અમરિંદર સિંહનું મોટું નિવેદન, કહ્યું- મારી જગ્યાએ સીએમ બનવા માંગે છે સિદ્ધુ
અમરિંદર સિંહનું મોટું નિવેદન, કહ્યું- મારી જગ્યાએ સીએમ બનવા માંગે છે સિદ્ધુ
ચંદીગઢઃ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે મોટું નિવેદન આપતા કહ્યું કે નવજોત સિંહ સિદ્ધુ સાથે શબ્દોની કોઈ લડાઈ નથી, હું તેમને બાળપણથી જાણું છું, જો તેઓ મહત્વકાંક્ષી છે તો કોઈ વાત નથી, લોકોની મહત્વકાંક્ષાઓ હોય છે, તેમની સાથે મારા કોઈ વૈચારિક મતભેદ નથી, કદાચ તેઓ સીએમ બનવા માંગે છે અને મારી જગ્યા લેવા માગે છે, આ જ તેમનું કામ છે માટે તેઓ કંઈ પણ કહે છે. જણાવી દઈએ કે હાલના દિવોમાં સિદ્ધુ અને સીએમ અમરિંદર સિંહની વચ્ચે કોલ્ડ વોર ચાલી રહી છે સિદ્ધુએ શુક્રવારે કેપ્ટન પર હુમલો બોલતાં રાજીનામું આપવાની ધમકી આપી હતી.

સીએમ અમરિંદર બોલ્યા- મારી જગ્યાએ મુખ્યમંત્રી બનવા માંગે છે સિદ્ધુ
પંજાબના મંત્રી અને કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુએ શુક્રવારે કહ્યું કે જો ધાર્મિક ગ્રંથોને અપવિત્ર કરવામાં સામેલ લોકોને સજા ન આપી તો તેઓ રાજીનામું આપી દેશે. તેમણે કેપ્ટન અમરિંદર સિંહનું નામ લીધા વિના જ આ હુમલો બોલ્યો હતો. તેમણે કહ્યું કે કેટલાક લોકો કહે છે કે સીટ ન મળતાં રાજીનાપું આપી દેશે. પરંતુ હું કહું છું કે જો અશિષ્ટતા કરનાર પર કાર્યવાહી ન થઈ તો હું રાજીનામું આપી દઈશ, ઉલ્લેખનીય છે કે સીએમ અમરિંદર સિંહે કહ્યું હતું કે જો પંજાબ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને જીત મળી તો તેઓ પોતાના પદથી રાજીનામું આપી દેશે.

નવજોત કૌરે સીએમ પર લગાવ્યો હતો ગંભીર આરોપ
પંજાબ સરકારમાં મંત્રી નવજોત સિંહ સિદ્ધુની પત્ની નવજોત કૌર સિદ્ધુએ સીએમ અમરિંદર સિંહ પર આરોપ લગાવ્યો હતો કે તેમના કારણે જ લોકસભા સીટની ટિકિટ કાપવામાં આવી છે, તેમણે કહ્યું કે અમૃતસર સિવાય કોઈ બીજી સીટ વિશે મેં વાત નહોતી કરી.

ભઠિંડામાં મને કોઈ નથી ઓળખતુંઃ નવજોત કૌર
સીએમે મને અમૃતસરથી ટિકિટ ન આપતી, કેમકે તેમનું કહેવું છે કે દશેરાની ઘટનાથી મારી છબી ખરાબ થઈ છે, અમૃતસર મારી હોમ સીટ છે, જ્યારે મને ભટિંડામાં કોઈ ઓળખતું પણ નથી, તો હું ત્યાંથી શા માટે ચૂંટણી લડું, આ કેવો તર્ક છે.

સિદ્ધુ આપ્યો પત્નીનો સાથે
આ મામલે નવજોત સિંહ સિદ્ધુએ પણ પ્રતિક્રિયા આપી હતી અને તેમણે પોતાની પત્નીનો સાથ આપતા કહ્યું કે મારી પત્ની ક્યારેય જૂઠ નથી બોલતી કે નતો ક્યરેય બોલી શકે છે, આ મારો જવાબ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
