મુંબઈમાં શ્રદ્ધા વૉકર જેવો કાંડ, બૉયફ્રેન્ડે ગર્લફ્રેન્ડને પાણીની ટાંકી પરથી માર્યો ધક્કો
દેશના ચકચારી શ્રદ્ધા વૉકર હત્યાકાંડ જેવો જ એક કેસ મુંબઈથી સામે આવ્યો છે.
Shraddha Murder like case in Mumbai: દેશના ચકચારી શ્રદ્ધા વૉકર હત્યાકાંડ જેવો જ એક કેસ મુંબઈથી સામે આવ્યો છે. અહીં એક પ્રેમીએ તેની પ્રેમિકાની હત્યા કરવાની કોશિશ કરી. પોલીસે જણાવ્યુ કે બંને પ્રેમી યુગલ બીપીઓમાં કામ કરે છે. પીડિતા પ્રિયાંગી સિંહે જણાવ્યુ કે રવિવારે સવારે તેના પ્રેમી અમેય દરેકરે તેને પાણીની ટાંકી પરથી ધક્કો મારી દીધો. દારુના નશામાં મારપીટ કરીને તેને પાણીની ટાંકી પરથી ધક્કો માર્યો. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.

25 વર્ષીય પ્રિયાંગી સિંહે દહિસર પોલીસને જણાવ્યુ હતુ કે તેના બૉયફ્રેન્ડે તેને ચેક નાકા પાસે લા બેલેઝા બિલ્ડિંગની પાણીની ટાંકી પરથી ધક્કો માર્યો હતો. આરોપી અમેય દરેકરે કહ્યુ કે પ્રિયાંગી પાણીની ટાંકીથી 18 ફૂટ 15માં માળના ટેરેસ પર પડી ગઈ. જેના કારણે તેને ગંભીર ઈજા થઈ હતી. પોલીસે આરોપીની ધરપકડ કરીને તેને બોરીવલી કોર્ટમાં રજૂ કર્યો હતો. આ પછી તેને 5 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. આરોપી બોરીવલી (વેસ્ટ)નો રહેવાસી છે.
પોલીસે અમેય દરેકરના મિત્ર લા બેલેઝાના રહેવાસી દેવેશ લાડને પણ સમન્સ પાઠવ્યુ છે. કપલ તે દિવસે તેને મળ્યા હતા. તેઓ એ એગ્રીગેટર કેબ વિશે માહિતી એકત્રિત કરી રહ્યા છે જેને દરેકરે પહેલા ઘાયલ પ્રિયાંગીને બોરીવલી સ્થિત તેના ફ્લેટ સુધી પહોંચાડવા માટે ભાડે લીધી હતી અને બાદમાં જ્યારે તે અને તેની માતા રાધિકા તેને રવિવારે સવારે 8 વાગે તેના મલાડના ઘરે મૂકવા ગયા હતા. ડીસીપી (ઝોન XII) સ્મિતા પાટીલ દહિસર પોલીસના સિનિયર ઈન્સ્પેક્ટર પ્રવીણ પાટીલ, ઈન્સ્પેક્ટર રામ પોટેની ટીમની દેખરેખ કરી રહ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
