શ્રદ્ધા મર્ડર કેસ: આફતાબના CCTV ફુટેજ આવ્યા સામે, બેગ લઇને જઇ રહ્યો છે હત્યારો
પોતાની લિવ-ઈન પાર્ટનર શ્રદ્ધા વોકરની નિર્દયતાથી હત્યા કરનાર આફતાબ અમીન પૂનાવાલા પોલીસની પૂછપરછમાં રોજ નવા નવા ખુલાસા કરી રહ્યો છે. શ્રદ્ધા હત્યા કેસની તપાસ કરી રહેલી દિલ્હી પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસને આફતાબના CCTV
પોતાની લિવ-ઈન પાર્ટનર શ્રદ્ધા વોકરની નિર્દયતાથી હત્યા કરનાર આફતાબ અમીન પૂનાવાલા પોલીસની પૂછપરછમાં રોજ નવા નવા ખુલાસા કરી રહ્યો છે. શ્રદ્ધા હત્યા કેસની તપાસ કરી રહેલી દિલ્હી પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસને આફતાબના CCTV ફૂટેજ મળ્યા છે, જેમાં તે ત્રણ વખત ચક્કર લગાવતો જોવા મળે છે. પોલીસને શંકા છેકે તે શ્રદ્ધાના શરીરના ટુકડા ફેંકવા માટે બેગ લઈને બહાર ગયો હશે. ઉલ્લેખનિય છેકે આફતાબનો નાર્કો ટેસ્ટ ટૂંક સમયમાં કરવામાં આવનાર હોવાથી વાસ્તવિક સત્ય હજુ સામે આવ્યું નથી.

CCTV ફુટેજમાં બેગ સાથે દેખાયો આફતાબ
દિલ્હી પોલીસ મહેરૌલીના જંગલ સિવાય ગુરુગ્રામથી દિલ્હી સુધીના ઘણા વિસ્તારોમાં શ્રદ્ધાના શરીરના અંગો શોધવા માટે સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. આ વચ્ચે હવે સીસીટીવી ફૂટેજમાં બેગ સાથે દેખાયો છે. પોલીસે શંકા વ્યક્ત કરી છે કે આફતાબ શ્રદ્ધાના શરીરના ટુકડાઓનો નિકાલ કરવા જતો હતો.

પોલીસના હાથ લાગ્યો 18 ઓક્ટોબરનો ફુટેજ
આફતાબ દ્વારા પહેલા શ્રદ્ધાનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી અને ત્યારબાદ મૃતદેહના 35 ટુકડા કરવામાં આવ્યા હતા. આ પછી આફતાબે એક ફ્રિજ ખરીદ્યું, તેમાં શરીરના ટુકડાઓને રાખ્યા હતા. આ પછી આફતાબ દરરોજ તેના ટુકડાઓને ફેંકવા માટે જતો હતો. ઈન્ડિયા ટુડે ટીવીના એક અહેવાલ અનુસાર પોલીસે 18 ઓક્ટોબરના CCTV ફૂટેજનું મૂલ્યાંકન કર્યું છે, જેમાં આફતાબ એક બેગ લઈને જતો જોવા મળે છે અને એવી શંકા છે કે તે તેની ગર્લફ્રેન્ડના શરીરના ટુકડાઓનો નિકાલ કરવા જઈ રહ્યો હતો.

6 દિવસથી ચાલી રહ્યું છે સર્ચ ઓપરેશન
સીસીટીવી ફૂટેજમાં આફતાબ ત્રણ રાઉન્ડ કરતો દેખાય છે, જેના કારણે પોલીસને શંકા છે કે તે શરીરના ભાગોનો નિકાલ કરવા માટે બેગ સાથે બહાર ગયો હોઈ શકે છે, જેને તેણે રાજધાનીના વિવિધ વિસ્તારોમાં ઘણા દિવસોથી ફેંકી દીધો હતો. દરમિયાન, શ્રદ્ધા હત્યા કેસમાં ગુમ થયેલા મહત્વના પુરાવાઓને શોધી કાઢવા માટે મેહરૌલીના જંગલમાં દિલ્હી પોલીસનું સર્ચ ઓપરેશન સતત છઠ્ઠા દિવસે પણ ચાલુ રહ્યું હતું.

હત્યાના દિવસે ડ્રગ્સના નશામાં હતો આફતાબ
દિલ્હી પોલીસના સૂત્રોએ તાજેતરમાં એક ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે હત્યાના દિવસે તે ડ્રગ્સના નશામાં હતો. જેના માટે શ્રદ્ધા તેને મનાઈ પણ કરતી હતી. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી જે ખુલાસો થયો છે તેમાં આરોપીએ કબૂલાત કરી છે કે શ્રદ્ધા તેના પર લગ્ન કરવા માટે દબાણ કરતી હતી અને તે દિવસે બંને વચ્ચે ઝઘડો થતો હતો. 18 મેના રોજ પણ આવું જ થયું હતું, ત્યારબાદ તેણે તેની હત્યા કરી હતી.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
