Shraddha Murder Case: આફતાબને દિલ્લીના જંગલમાં લઈને પહોંચી પોલીસ, શબના 10 ટૂકડા મળ્યા

શ્રદ્ધા વકાર હત્યાકાંડ મામલે સામે આવી રહેલા સનસનીખેજ ખુલાસાઓ દરમિયાન દરમિયાન દિલ્લી પોલીસ મંગળવારે આફતાબને દિલ્લીના જંગલોમાં લઈને પહોંચી છે.

Shraddha Murder Case: શ્રદ્ધા વકાર હત્યાકાંડ મામલે સામે આવી રહેલા સનસનીખેજ ખુલાસાઓ દરમિયાન દરમિયાન દિલ્લી પોલીસ મંગળવારે આફતાબને દિલ્લીના જંગલોમાં લઈને પહોંચી છે. આફતાબ આ જંગલમાં શબના ટૂકડા ફેંકતો હતો તેમ પોલીસે જણાવ્યુ હતુ. જંગલમાંથી શબના ટૂકડા મેળવી લેવામાં આવ્યા છે. જો કે, માથુ અને શરીરના અમુક ભાગ હજુ પણ શોધવામાં આવી રહ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ શબના ટૂકડાઓની હવે આગળ ફૉરેન્સિક એક્સપર્ટસ તપાસ કરશે.

shraddha murder

શ્રદ્ધાના ટૂકડા જેનાથી કર્યા એ આરી હજુ નથી મળી

દિલ્લી પોલીસ આફતાબને જંગલોમાં લઈ ગઈ છે. તેણે શરીરના અંગો અહીં ફેંકી દેવાની હકીકત સ્વીકારી છે. પોલીસના જણાવ્યા મુજબ માથુ, શ્રધ્ધાનો મોબાઈલ અને શરીરના ટુકડા કરનાર કરવત હજુ સુધી મળી નથી. આ સાથે જ પોલીસે આફતાબના અન્ય મિત્રોને પણ વધુ પૂછપરછ માટે બોલાવ્યા છે.

શ્રદ્ધાના પિતાએ કરી ફાંસીની માંગ

શ્રદ્ધાના પિતાએ હત્યારા બૉયફ્રેન્ડ આફતાબને ફાંસી આપવાની માંગ કરી છે. તેણે કહ્યુ કે મારી અપીલ છે કે તેને ફાંસી આપવામાં આવે. સાથે જ તેમણે આ સમગ્ર મામલે લવ-જેહાદ તરફ પણ ઈશારો કર્યો છે. તેમણે કહ્યુ કે આ એંગલથી પણ મામલાની તપાસ થવી જોઈએ. શ્રદ્ધાના પિતાએ જણાવ્યુ કે તે કાકાની વધુ નજીક હતી. તેથી જ મે આફતાબ સાથે વધારે વાત કરી નથી. જોકે, શ્રદ્ધાએ છેલ્લા કેટલાક દિવસોથી તેના કાકા સાથે વાત પણ કરી નહોતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X