રામાયણના અન્ય પાત્રો પણ પોતાનુ જાતિ પ્રમાણપત્ર તૈયાર રાખેઃ શિવસેનાનો કટાક્ષ
છેલ્લા કેટલાક દિવસોથી જે રીતે ભગવાન હનુમાનની જાતિ અને ધર્મ અંગે તમામ નેતાઓ નિવેદન આપી રહ્યા છે તે બાદ શિવસેનાએ કટાક્ષ કર્યો છે.
છેલ્લા કેટલાક દિવસોથી જે રીતે ભગવાન હનુમાનની જાતિ અને ધર્મ અંગે તમામ નેતાઓ નિવેદન આપી રહ્યા છે તે બાદ શિવસેનાએ કટાક્ષ કર્યો છે. શિવસેનાએ કટાક્ષ કરતા કહ્યુ કે રામાયણના અન્ય પાત્રોએ પણ પોતાનું જાતિ પ્રમાણપત્ર તૈયાર રાખવુ જોઈએ. આ સમગ્ર ચર્ચાને કારણવિનાની અને નિરાધાર ગણાવીને શિવસેનાએ કહ્યુ કે ઉત્તર પ્રદેશમાં નવી રામાયણ લખવાની કોશિશ કરવામાં આવી હતી, ભગવાન હનુમાનની જાતિ બતાવવામાં આવી હતી. આ પ્રકારની તુલના કુંઠિત માનસિકતા દર્શાવે છે.

હજુ મંદિર નિર્માણ થવાનુ છે
શિવસેનાના મુખપત્ર સામનામાં લેખ છપાયો છે જેમાં કહેવામાં આવ્યુ છે કે હજુ રામ મંદિરનું નિર્માણ થવાનુ છે પરંતુ ભાજપની અંદર ભગવાનની જાતિ અંગે ચર્ચા શરૂ થઈ ગઈ છે. છેવટે ભગવાન હનુમાનના ધર્મ અને જાતિ પર ચર્ચાનો અર્થ શું છે. મહત્વની વાત એ છે કે હાલમાં જ ત્રણ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન પ્રચારના સમયે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યુ હતુ કે ભગવાન હનુમાન દલિત હતા, ત્યારબાદ ઘણા લોકો સામે આવ્યા અને તેમણે ભગવાન હનુમાનને પોતાની જાતિના હોવાનો દાવો કર્યો.

મંત્રીએ અધિકૃત રીતે ભગવાન હનુમાનની બતાવી જાતિ
સામનામાં લખવામાં આવ્યુ છે કે યોગી આદિત્યનાથ બાદ ધારાસભ્ય બુક્કલ નવાબે કહ્યુ કે હનુમાન મુસલમાન છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે ભગવાન હનુમાનની જાતિ અને ધર્મ શોધવો મૂર્ખામી છે. એટલુ જ નહિ યોગી આદિત્યનાથ સરકારમાં મંત્રી લક્ષ્મી નારાયણ ચૌધરીએ વિધાનસભાની અંદર અધિકૃત રીતે કહ્યુ છે કે ભગવાન હનુમાન જાટ હતા. વળી, આચાર્ય નિર્ભય સાગર મહારાજે દાવો કર્યો છે કે જૈન ધર્મના પવિત્ર પુસ્તકો અનુસાર ભગવાન હનુમાન જૈન છે.

ભગવાન હનુમાનની મજાક
શિવસેનાના મુખપત્ર સામનામાં છપાયેલા સંપાદકીયમાં કહેવામાં આવ્યુ છે કે ઉત્તર પ્રદેશની વિધાનસભામાં નવી રામાયણ લખવાની કોશિશ ચાલી રહી છે અને રામાયણના તમામ પાત્રોનું જાતિ પ્રમાણપત્ર આપવામાં આવી રહ્યુ છે. અયોધ્યામાં હજુ પણ રામ મંદિર નિર્માણ થવાનું છે પરંતુ આ લોકો ભગવાનના ભક્તોની જાતિ શોધવામાં લાગેલા છે. આ રીતે આ લોકો ભગવાન હનુમાનની મજાક ઉડાવી રહ્યા છે પરંતુ જે લોકો પોતાને હિંદુ ધર્મના રક્ષક ગણાવી રહ્યા છે તે હજુ ચૂપ છે. જો આ કોઈ મુસ્લિમ નેતાએ કહ્યુ હોત અત્યાર સુધીમાં ઘણો હોબાળો થઈ ગયો હોત.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
