શિવસેના: PM મૌની બાબા છે, જે ખાલી વિદેશમાં ભારત પર બોલે છે
શિવસેનાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતા કહ્યું છે કે પીએમ મોદી હવે નવા મૌની બાબા બની ગયા છે. જે ભારતના મામલે ખાલી ત્યારે બોલે છે જ્યારે તે વિદેશમાં હોય છે. વધુ વાંચો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિવસેના પર મોટા હુમલો કરતા કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મૌની બાબા છે. શિવસેનાએ પીએમ પર તે પણ આરોપ લગાવ્યો કે વડાપ્રધાન ભારતના વિષયો પર ખાલી ત્યારે જ બોલે છે જ્યારે તે વિદેશમાં હોય છે. શિવસેનાના મુખ્યપત્ર સામનામાં છપાયેલા સંપાદકીય લેખમાં તેમણે મનમોહન મોદી હેડલાઇન સાથે આ ટિપ્પણી કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે દેશની રાજધાનીને લંડન, ન્યૂયોર્ક, ટોકિયો, પેરિસ જેવા કોઇ દેશને બનાવી દેવી જોઇએ. અને નવી દિલ્હીને ફિલ્મ સેટ તરીકે સ્થાનાંતરિત કરી દેવું જોઇએ. અને તેને વિદેશી શહેરની જેમ જોવું જોઇએ. આ લેખમાં મનમોહન સિંહના તે સૂચનનું પણ સમર્થન કરવામાં આવ્યું છે જેમાં મનમોહન સિંહે પીએમ મોદીને કહ્યું હતું કે પીએમ મોદી જે તેમને પહેલા સૂચન આપતા હતા તે પોતે હવે અનુસરવી જોઇએ. આમ મોદીની ચૂપકી પર હવે કોંગ્રેસ પછી શિવસેનાએ પણ ટિપ્પણી કરી છે.

શિવસેના અને મનમોહન સિંહ
શિવસેનાએ કહ્યું કે મનમોહન સિંહે પીએમને સાચી સલાહ આપી છે. સમગ્ર દેશ તેમ વિચારે છે કે પીએમ તરીકે મોદીને ભારતના મુદ્દાઓ પર બોલવું જોઇએ. જો કે સાથે જ શિવસેનાએ કહ્યું કે મનમોહન સિંહે અડધુ સાચું કહ્યું છે. મોદી ખાલી ભારતમાં જ મૌની બાબા બની જાય છે.. વિદેશ જતાની સાથે જ તે આ મુદ્દે વાત કરવા લાગી જાય છે. તેમને ભારતમાં આ વિષે બોલવું ગમતું નથી. ભારતમાં બળાત્કાર થાય છે અને મોદી લંડનમાં તે પર વાત કરી છે. જે તેમના સંવેદનશીલ મગજનો એક ભાગ છે. તેમની અંદર અન્યાય વિરુદ્ધ જે આગની ચિંગારી છે તે વિકરાય આગનું સ્વરૂપ ખાલી વિદેશમાં જઇને લે છે.
મોદી પર કટાક્ષ
પીએમ મોદી પર વધુ કટાક્ષ કરતા શિવસેનાએ લખ્યુયં કે પીએમ તે વાતથી નાખુશ છે કે રેપ જેવા મુદ્દા રાજનૈતિક મુદ્દા બની ગયા છે. પણ નિર્ભયા કેસ મામલે તેમના વિચાર કંઇક અલગ હતા. સાથે જ શિવસેનાએ કહ્યું કે વિદેશોમાં આવા મુદ્દે બોલી પીએમ મોદી ભારતની છબી બહાર ખરાબ કરે છે. આ પહેલા પણ જાપાનમાં તેમણે કાળાં નાણાં અને ભષ્ટ્રાચાર મામલે વાત કરીને દેશની બહાર દેશનું નામ બગાડ્યું હતું.
માલ્યાને લઇને આવ્યા?
લેખમાં તેમ પણ કહેવામાં આવ્યું છે કે નિરવ મોદી દેશને લૂટીને બહાર ભાગી જાય છે. માલ્યા તો લંડનમાં જ છે. ત્યારે પીએમ તેવા દેશોમાં જઇ રહ્યા છે જે દેશોએ આવા લોકોને શરણ આપી છે. અને તે ત્યાંથી ખાલી હાથે પાછા ફરે છે. મોદી ભક્તોને પણ આ મુદ્દે તેમની આલોચના થવી પસંદ નથી. દેશની અર્થવ્યવસ્થા પડી રહી છે. પણ પીએમ વિદેશમાં જઇને પોતાની ભાવનાઓ કહે છે. હવે મનમોહન સિંહે બોલવાનું શરૂ કરી દીધુ છે અને મોદી મૌની બાબા બની ગયા છે. તેવામાં લાગે છે કે નસીબ ભાજપથી બદલો લઇ રહ્યું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
