મહારાષ્ટ્રઃ પરિણામો પહેલા સંજય રાઉતે વ્યક્ત કરી ઈચ્છા, આદિત્ય ઠાકરે બને મહારાષ્ટ્રના CM
શિવસેનાના નેતા સંજય રાઉતે વર્લી સીટથી આવી રહેલા રુઝાનો પર ખુશી વ્યક્ત કરતા કહ્યુ કે તે આદિત્યને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે જોવા ઈચ્છે છે.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મતદાન બાદ આજે ગુરુવારે પરિણામો આવી રહ્યા છે. મતની ગણતરી શરૂ થઈ ચૂકી છે અને પ્રારંભિક રુઝાનોમાં મહારાષ્ટ્રમાં એનડીએને બહુમત મળતો દેખાઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે ભારતીય જનતા પાર્ટી અને શિવસેના ગઠબંધન સાથે રાજ્યમાં ચૂંટણી લડી રહ્યુ છે. વળી, આ વખતે વિધાનસભા ચૂંટણીમાં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના મોટા પુત્ર આદિત્ય ઠાકરે મુંબઈની વર્લી સીટ પરથી ઉભા છે. શિવસેનાના ગઠબંધન બાદ આ પહેલી વાર છે જ્યારે ઠાકરે પરિવાનો કોઈ સભ્ય ચૂંટણી લડી રહ્યા છે.

પ્રારંભિક રુઝાનમાં મુંબઈની વર્લી સીટથી શિવસેનાના આદિત્ય ઠાકરે આગળ ચાલી રહ્યા છે. આદિત્યએ સતત સીટ પર બઢત જાળવેલી છે. વર્લી સીટ પર શિવસેનાના આદિત્ય ઠાકરેનો સીધો મુકાબલો એનસીપીના સુરેશ માને સાથે છે. શિવસેનાના નેતા સંજય રાઉતે વર્લી સીટથી આવી રહેલા રુઝાનો પર ખુશી વ્યક્ત કરતા આદિત્ય ઠાકરેને અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યુ કે તે આદિત્યને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે જોવા ઈચ્છે છે. ભારતીય જનતા પાર્ટી ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ વિના સરકાર નહિ બનાવી શકે. પ્રારંભિક રુઝાનોથી સ્પષ્ટ જણાઈ રહ્યુ છે કે શિવસેનાની લહેર છે.












Click it and Unblock the Notifications
