ગોવામાં શિવસેનાએ ભાજપને ઝાટકો આપ્યો, પોતાના ઉમેદવારો ઉતાર્યા

શિવસેના નેતા અને સાંસદ સંજય રાઉતે શનિવારે ઘોષણા કરી કે તેમની પાર્ટી ગોવાની બંને લોકસભા સીટો પર ચૂંટણી લડશે.

શિવસેના નેતા અને સાંસદ સંજય રાઉતે શનિવારે ઘોષણા કરી કે તેમની પાર્ટી ગોવાની બંને લોકસભા સીટો પર ચૂંટણી લડશે. બંને ઉમેદવારોના નામની ઘોષણા કરતા સંજય રાઉતે મીડિયાને જણાવ્યું કે શિવસેનાએ ઉતરી ગોવા થી ગોવા શિવસેના પ્રમુખ જીતેશ કામત અને દક્ષિણ ગોવાથી રાજ્યના એકાઈ ઉપાધ્યક્ષ રાખી પ્રભુદેસાઈ નાઈકને ટિકિટ આપી છે. ગોવામાં 23 ત્રીજા તબક્કામાં મતદાન થશે.

આ પણ વાંચો: ભાજપા મુખ્યાલયમાં ટિકિટ માંગવા માટે લોકોની ભીડ જામી

ભાજપ-શિવસેના

ભાજપ-શિવસેના

શિવસેના ઘ્વારા આ ઘોષણા એવા સમયે કરવામાં આવી છે જયારે મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના ઘ્વારા ભેગા થઈને ચૂંટણી લડવાના છે. મહારાષ્ટ્રની 48 લોકસભા સીટોમાંથી ભાજપ 25 અને શિવસેના 18 સીટો પર ચૂંટણી લડશે. બંને પાર્ટીઓ છેલ્લા ઘણા સમયથી ગઠબંધનમાં છે પરંતુ મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા વર્ષ 2014 દરમિયાન તેઓ અલગ થયા હતા. ભાજપે તે મોટી સીટોની માંગ કરી હતી જે શિવસેના પાસે હતી.

ભાજપ પર પ્રહાર

ભાજપ પર પ્રહાર

ભાજપ વધારે સીટો માંગી રહી હતી જયારે શિવસેના તેના માટે તૈયાર ના હતી. પ્રદેશમાં ચૂંટણી પરિણામો જાહેર થયા પછી 288 સીટોમાંથી ભાજપ 122 સીટો પર જીતી શકી જયારે શિવસેના 66 સીટો પર જીતી હતી. ચૂંટણી પરિણામો જાહેર થયા પછી ભાજપ અને શિવસેનાએ ગઠબંધન કરી લીધું અને દેવેન્દ્રં ફડણવીસ મુખ્યમંત્રી બન્યા. ગઠબંધન થયા પછી પણ શિવસેના સતત ભાજપ પર પ્રહાર કરતી રહી. તેમને રાજ્ય અને કેન્દ્રની સરકારની પણ ખુબ આલોચના કરી.

મહારાષ્ટ્રમાં 4 તબક્કામાં ચૂંટણી થશે

મહારાષ્ટ્રમાં 4 તબક્કામાં ચૂંટણી થશે

આપને જણાવી દઈએ કે વર્ષ 2014 દરમિયાન બંને પાર્ટીએ સાથે મળીને લોકસભા ચૂંટણી લડી હતી. બંનેએ 41 સીટો પર ચૂંટણી જીતી હતી. મહારાષ્ટ્રમાં કુલ 48 લોકસભા સીટો છે. આપને જણાવી દઈએ કે આ વખતે કુલ 7 તબક્કામાં લોકસભા ચૂંટણી થવાની છે. મહારાષ્ટ્રમાં 4 તબક્કામાં ચૂંટણી થશે. 23 મેં દરમિયાન ચૂંટણી પરિણામો જાહેર થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X