શિવસેના જાવેદ અખ્તરના નિવેદન પર ખફા - 'તાલિબાન સાથે RSSની તુલના હિન્દુ સંસ્કૃતિનું અપમાન'
શિવસેનાએ RSS અને VHPને તાલિબાન સાથે સરખાવવા બદલ જાવેદ અખ્તરની ટીકા કરી હતી. શિવસેનાએ જણાવ્યું હતું કે, RSSની તાલિબાન સાથે તુલના કરવી "હિન્દુ સંસ્કૃતિ માટે અપમાનજનક" છે.
મુંબઈ : શિવસેનાએ સોમવારના રોજ (05 સપ્ટેમ્બર) રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ને તાલિબાન સાથે સરખાવવા બદલ જાવેદ અખ્તરની ટીકા કરી હતી. શિવસેનાએ જણાવ્યું હતું કે, RSSની તાલિબાન સાથે તુલના કરવી "હિન્દુ સંસ્કૃતિ માટે અપમાનજનક" છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં લખ્યું છે કે, તાલિબાન અને RSSની તુલના કરનારાઓએ "આત્મનિરીક્ષણ" કરવાની જરૂર છે.

'તાલિબાન સાથે RSSની તુલના અયોગ્ય છે'
સામનામાં શિવસેનાએ કહ્યું છે કે, આ દિવસોમાં કેટલાક લોકો તાલિબાન સાથે કોઇને કોઇની તુલના કરી રહ્યા છે. કારણ કે, તેમને સમાજ અને માનવજાત માટે સૌથી મોટો ખતરો છે. પાકિસ્તાન અને ચીન, જે લોકશાહી નથી, અફઘાનિસ્તાનમાં તાલિબાનને સમર્થન આપી રહ્યા છે. કારણ કે, આ બે દેશોમાં માનવાધિકારને કોઈ સ્થાન નથી. જો કે, ભારત એક લોકશાહી રાષ્ટ્ર છે, જ્યાં વ્યક્તિની સ્વતંત્રતાનું સન્માન કરવામાં આવે છે. તેથી તાલિબાન સાથે RSSની તુલના કરવી ખોટી છે. ભારત દરેક રીતે અત્યંત સહિષ્ણુ રાષ્ટ્ર છે.

'RSS અને VHP હિન્દુઓના અધિકારો માટે ઉભા છે'
એડિટોરિયલમાં કહેવામાં આવ્યું છે કે, RSS અને VHP જેવી સંસ્થાઓ માટે હિન્દુત્વ એક "સંસ્કૃતિ" છે. તેમાં કહેવામાં આવ્યું હતું કે, "RSS અને VHP ઈચ્છે છે કે, હિન્દુઓના અધિકારોને દબાવવામાં ન આવે. આ ઉપરાંત, તેમણે ક્યારેય મહિલાઓના અધિકારો પર કોઈ નિયંત્રણો લાદ્યા નથી. જો કે, અફઘાનિસ્તાનની સ્થિતિ ગંભીર છે. લોકો ડરના કારણે પોતાના દેશમાંથી ભાગી ગયા અને મહિલાઓના અધિકારોનું હનન અને અત્યાચાર થઈ રહ્યો છે.

'તાલિબાન સાથે સંઘની તુલના સ્વીકાર્ય નથી'
સામનાએ જાવેદ અખ્તરને એવા વ્યક્તિ તરીકે વર્ણવ્યા છે, જે તેમના "સ્પષ્ટ" નિવેદનો માટે જાણીતા છે અને મુસ્લિમ સમાજના ઉગ્રવાદી વિચારો પર પણ તેમને પ્રહારો કર્યા છે. જો કે, તાલિબાન સાથે સંઘની સરખામણી સ્વીકાર્ય નથી, એમ શિવસેનાએ જણાવ્યું હતું. આપણા દેશમાં મોટાભાગના લોકો ધર્મનિરપેક્ષ છે અને તાલિબાનની વિચારધારાને સ્વીકારશે નહીં. હિન્દુ બહુમતી સમુદાય હોવા છતાં ભારત ગર્વથી બિનસાંપ્રદાયિક છે. "
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
