શિંદેની શિવસેના જ સાચી શિવસેના, ઉદ્ધવ ઠાકરેની સુપ્રીમ કોર્ટ જવા તૈયારી
મહારાષ્ટ્રની રાજનીતિમાં ઉતર-ચડાવ વચ્ચે નવો વણાંક આવ્યો છે. હવે વિધાનસભા અધ્યક્ષે એકનાથ શિંદેની શિવસેનાને જ સાચી શિવસેના ગણાવી છે. બીજી તરફ ઉદ્ધવ ઠાકરે ગ્રુપે સુપ્રીમ કોર્ટ જવાની તૈયારી શરૂ કરી છે.
શિવસેનાથી અલગ થયા બાદ રચાયેલા બે જૂથોમાંથી મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષે સીએમ એકનાથ શિંદેના જૂથને અસલી શિવસેના ગણાવી છે. હવે સીએમ શિંદે સીએમ રહેશે. તેમજ 16 ધારાસભ્યોની સદસ્યતા પર કોઈ ખતરો નથી.

હવે આ મામલે ઉદ્ધવ ઠાકરેના જૂથની પ્રતિક્રિયા સામે આવી છે. પાર્ટીના નેતા સંજય રાઉતે સ્પષ્ટ કહ્યું કે અમે સુપ્રીમ કોર્ટમાં જઈશું.
શિંદે જૂથને શિવસેના જાહેર કર્યા પછી શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું કે, આ બીજેપીનું કાવતરું છે અને તેમનું સપનુ હતું કે એક દિવસ બાળાસાહેબ ઠાકરેની શિવસેનાનો નાશ કરે.. પરંતુ શિવસેના આ એક નિર્ણયથી ખતમ નહીં થાય. અમે સુપ્રીમ કોર્ટમાં જઈશું.
શિવસેના (UBT) સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે, મને જરા પણ આશ્ચર્ય નથી. અમે વહી હોતા હૈ જો મંજૂર-એ-ખુદા' હોતા હે સાંભળ્યું હતું. 2014 પછી એક નવી પરંપરા શરૂ થઈ છે. એવું જ થાય છે જેને નરેન્દ્ર મોદી અને અમિત શાહ મંજૂરી આપે છે.
મહારાષ્ટ્રમાં આ આપણે જોઈ રહ્યા છીએ. આ નૈતિકતા સાથે કમનસીબ સમાધાન છે. કંઈક એવું થઈ રહ્યું છે જેને સુપ્રીમ કોર્ટે ગેરકાયદે જાહેર કર્યું છે અને ગેરબંધારણીય ગણાવ્યુ છે.
મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં LOP અને શિવસેના (UBT)ના નેતા અંબાદાસ દાનવેએ કહ્યું કે, આ નિર્ણય ખોટો છે. જો તેમને આ નિર્ણય લેવો જ હતો તો આટલો સમય કેમ લીધો? અમે આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં લઈ જઈશુ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
