Sheikh Haseena : ભારત શેખ હસીનાને ભારતની નાગરિકતા આપશે? જાણો શું કહે છે નિયમો?
Sheikh Hasina Citizenship : બાંગ્લાદેશમાં ભારે હિંસા બાદ સરકાર પલટાઈ જતા શેખ હસીનાને ભાગવાની ફરજ પડી હતી.
બાંગ્લાદેશની પુર્વ વડાપ્રધાન શેખ હસીના બાંગ્લાદેશથી ભાગીને ભારત આવી છે. આ સ્થિતીમાં એ સવાલ વારંવાર સામે આવી રહ્યો છે કે ભારત શેખ હસીનાને બાંગ્લાદેશની નાગરિકતા આપશે કે કેમ?

દેશ નિકાલનો સામનો કરી રહેલા બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીના છેલ્લા ઘણા મહિનાઓથી ભારતમાં રહે છે. અહેવાલો અનુસાર તેણીએ ઇંગ્લેન્ડમાં આશ્રય માંગ્યો હતો પરંતુ તેને નકારી કાઢવામાં આવ્યો.
હાલ શેખ હસીના ભારતમાં રહે છે અને બાંગ્લાદેશની વર્તમાન યુનુસ સરકાર વારંવાર શેખ હસીનાના પ્રત્યાર્પણની માંગ કરી રહી છે. જો કે એવી અફવા છે કે શેખ હસીનાને ભારતીય નાગરિકત્વ આપવામાં આવ્યું છે, જો કે બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયને તેની જાણ નથી.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રફીકુલ આલમે કહ્યું છે કે શેખ હસીનાના ભારતમાં રહેવાના મુદ્દા પર ભારતે નિર્ણય લેવાનો છે, તેમને નાગરિકતા મળી છે કે નહીં તે અંગે અમારી પાસે કોઈ માહિતી નથી.
વિદેશથી ભાગીને આવેલા નેતાઓ માટે ભારતમાં નાગરિકતા મેળવવાની પ્રક્રિયા ભારતીય નાગરિકતા કાયદા અને સંબંધિત જોગવાઈઓ હેઠળ થાય છે. નાગરિકતા અધિનિયમ 1955 હેઠળ ભારતમાં નાગરિકત્વ મેળવવા કેટલીક જોગવાઈઓ છે. કોઈપણ વિદેશીને ભારતીય નાગરિકતા મેળવવા માટે ઘણા માપદંડો પાર કરવા પડે છે. ભારતમાં નાગરિકતા ચાર મુદ્દાઓના આધારે આપવામાં આવે છે.
- જન્મના આધારે - જો વ્યક્તિનો જન્મ ભારતમાં થયો હોય.
- વંશ દ્વારા - તેના માતાપિતામાંથી કોઈ એક ભારતના નાગરિક છે.
- નોંધણીના આધારે - વ્યક્તિ ભારતમાં રહેવા માટે ચોક્કસ શરતો પૂર્ણ કરે છે.
- નેચરલાઈઝેશન દ્વારા - ઓછામાં ઓછા 12 વર્ષથી સતત ભારતમાં રહેતો હોય અને ભારતમાં રહેવા અને કાયદાનું પાલન કરવા માટેની બધી શરતો પૂર્ણ કરતો હોય.
જો કે ખાસ કિસ્સાઓમાં નાગરિકતા મેળવવા પ્રક્રિયાઓ અલગ હોય છે. આમાંથી પહેલું રાજકીય આશ્રય છે, જ્યાં જો કોઈ વિદેશી નેતા ભારતમાં રાજકીય આશ્રય માંગે છે અને તેને ભારત સરકારની મંજૂરી મળે છે તો તેને ભારતમાં રહેવાની અને નાગરિકતા પ્રાપ્ત કરવાની મંજૂરી મળી શકે છે.
જો કોઈ વ્યક્તિના નાગરિકત્વ મેળવવાથી ભારતના હિતોને ફાયદો થશે અથવા આંતરરાષ્ટ્રીય સંબંધો મજબૂત થશે તો સરકાર ખાસ નિર્ણય લઈ શકે છે અને તેને નાગરિકત્વ આપી શકે છે.
ભારત સરકારની વિદેશ નીતિ અનુસાર, જો કોઈ નેતા કે વિદેશી નાગરિક ભારતમાં રાજકીય આશ્રય માંગે છે તો તેનો નિર્ણય કેસ-ટુ-કેસ આધારે લેવામાં આવે છે. આ નિર્ણય ભારતની સુરક્ષા ચિંતાઓ, આંતરરાષ્ટ્રીય સંબંધો અને વ્યક્તિના રાજકીય કે સામાજિક ઇતિહાસને ધ્યાનમાં રાખીને લેવામાં આવે છે
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
