રાજીનામું આપીને મોટો ખેલ કરી ગયા શરદ પવાર, આવી રીતે ખેલાયો પુરો ખેલ
એનસીપીના અધ્યક્ષ અને મહારાષ્ટ્રના સૌથી પીઢ નેતા શરદ પવારે પાર્ટીના અધ્યક્ષ પદેથી રાજીનામું આપીને તમામ લોકોને ચૌકાવી દીધા હતા. હવે પાર્ટીની કોર કમિટીએ તેમના રાજીનામાંને નામંજુર કર્યુ છે. પવાર આ રાજીનામું આપીને મોટો ખેલ કરી ખેલી ગયા છે.
વિશ્લેષકો શરદ પાવરના આ પગલાને માસ્ટરસ્ટ્રોક માની રહ્યા છે. કહેવાઈ રહ્યું છે કે શરદ પવારે આ આ રાજીનામું આપીને એક કાંકરે ઘણા નિશાન સાધ્યા છે. કહેવાઈ રહ્યું હતું તે મુજબ આ દબાણની રાજનીતિ હોઈ શકે છે, જો કે હવે આવું જ કઈંક સાબિત થઈ રહ્યું છે.

જીનામા પહેલા એવી અટકળો હતી કે અજિત પવાર પાર્ટી છોડી શકે છે. તેમની સાથે કેટલાક ધારાસભ્યો પણ જઈ શકે તેમ હતા. પાર્ટી તૂટવાથી એનસીપી માટે મોટું નુકસાન થઈ શકે તેમ હતું. શરદ પવાર તેને દરેક કિંમતે પાર્ટીને બચાવવા માંગતા હતા. આ માટે પવારે શોક ટ્રીટમેન્ટનો આશરો લીધો છે.
શરદ પવારના અચાનક રાજીનામાંથી પાર્ટી છોડવાના પ્રયાસમાં રહેલા અજિત પવાર અને તેના સમર્થક ધારાસભ્યો અસહજ થઈ ગયા છે. કાર્યકરોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે આ સ્થિતીમાં કોઈ પણ નેતા બગાવતનું જોખમ ઉઠાવી શકે તેમ નથી. પવારના માસ્ટક સ્ટ્રોકે બળવાને આસાનીથી દબાવી દીધો છે.
અહેવાલો હતા તે મુજબ, રાજીનામા બાદ ધારાસભ્યો અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓ રાજીનામું પાછું ખેંચવા વિચારણા કરશે અને પવારને એનસીપીના અધ્યક્ષ તરીકે ચાલુ રહેવા કહેશે. આ બધું જ બેઠકમાં જોવા મલી રહ્યું છે.
શરદ પવારના રાજીનામા બાદ રાહુલ ગાંધી અને તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિને સુપ્રિયા સુલેને ફોન કર્યો હતો. સુલેને પવારને રાજીનામું પાછું ખેંચવા સમજાવવા કહેવામાં આવ્યું હતું. હવે પવાર મહારાષ્ટ્રની ચૂંટણી અને 2024ની ચૂંટણીમાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવવા જઈ રહ્યા છે.
અહીં એ પણ જણાવી દઈએ કે, શરદ પવાર મહાવિકાસ આઘાડીના સુત્રધાર છે. તેમણે જ મહારાષ્ટ્રના રાજકારણમાં આ સમીકરણો સર્જ્યા હતા. પવારે અસંભવ ગણાતા શિવસેના અને કોંગ્રેસને એક મંચ પર લાવીને નવું ગઠબંધન આપ્યું હતું.
કોંગ્રેસ અને શિવસેના સહિતના વિપક્ષો નથી ઈચ્છતા કે મહાગઠબંધન તૂટ્યા બાદ મહારાષ્ટ્રમાં બીજેપીને ધાર મળે. હવે પવાર પક્ષના વડા તરીકે ચાલુ રાખવા માટે સંમત થયા છે. બીજેપી માટે આ મોટો ફટકો છે.
પવારના રાજીનામા બાદ ઉત્તરાધિકારીની ચર્ચાઓ પણ શરૂ થઈ હતી. અનુગામી તરીકે અજિત પવાર, શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે અને પ્રફુલ પટેલના નામ પણ ચર્ચામાં આવ્યા હતા.
નિષ્ણાતો માને છે કે પવાર તેમની પુત્રી સુપ્રિયાના ભવિષ્યને સુરક્ષિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તે સુપ્રિયા સુલેને પાર્ટી સોંપવાનો વિચાર ધરાવે છે. પાર્ટીની વર્તમાન સ્થિતિ જોતા તે યોગ્ય સમયની રાહ જોઈ રહ્યા છે.
અહીં એ પણ જાણવુ જરૂરી છે કે, કોંગ્રેસ 2024 ની લોકસભા ચૂંટણી માટે વિપક્ષી દળોને એક કરવાનો પ્રયાસ કરી રહી છે. બિહારના સીએમ નીતિશ કુમારને પાર્ટીઓને એક કરવા માટે આ કામ સોંપવામાં આવ્યું છે. દિલ્હીની રાજનીતિમાં નીતિશ કરતાં પવાર વધુ અસરકારક છે. પક્ષોને સાથે લાવવામાં તે નીતિશ કરતા વધુ માહેર માનવામાં આવે છે. પવારના ઘણા પક્ષો સાથે ગાઢ સંબંધ છે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
