પેટમાં દુઃખાવાની ફરિયાદ બાદ શરદ પવાર હોસ્પિટલમાં થયા ભરતી
એનસીપી પ્રમુખ શરદ પવારને પેટમાં દુઃખાવાની ફરિયાદ બાદ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.
મુંબઈઃ એનસીપી પ્રમુખ શરદ પવારને પેટમાં દુઃખાવાની ફરિયાદ બાદ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. એનસીપી નેતા નવાબ મલિકે આ અંગે માહિતી આપીને કહ્યુ કે પવારને રવિવારે સાંજે પેટમાં દુઃખાવાની ફરિયાદ થઈ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ બિમારીના કારણે શરદ પવારે પોતાના બધા કાર્યક્રમ સ્થગિત કરી દીધો છે અને તેમની સર્જરી કરવામાં આવશે.

તેમણે ટ્વિટ કરીને જણાવ્યુ કે, 'અમારી પાર્ટીના પ્રમુખ શરદ પવારને રવિવારે સાંજે પેટમાં દુઃખાવાની ફરિયાદ થઈ હતી ત્યારબાદતેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા. તપાસ બાદ સામે આવ્યુ કે તેમના પિત્તાશયમાં સમસ્યા છે.' નવાબ મલિકે જણાવ્યુ કે તેમની એન્ડોસ્કોપી અને સર્જરી 31 માર્ચ 2021ના રોજ કરવા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સંજોગોમાં એનસીપી પ્રમુખના દરેક કાર્યક્રમ આગામી નોટિસ સુધી રદ કરવામાં આવ્યા છે. વળી, હોસ્પિટલ તરફથી આપવામાં આવેલી સલાહ પછી તેમની લોહી પાતળુ થવાની દવા બંધ કરી દેવામાં આવી છે.












Click it and Unblock the Notifications
