Video: 1996માં સુષ્માએ આપ્યુ હતુ સંસદમાં ઐતિહાસિક ભાષણ, વિપક્ષની કરી બોલતી બંધ
11 જૂન, 1996ના રોજ લોકસભામાં આપેલ સુષ્મા સ્વરાજનુ ભાષણ ઐતિહાસિક બન્યુ હતુ જેણે પણ સાંભળ્યુ તે દંગ જ રહી ગયા હતા.
ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું મંગળવારે રાતે 67 વર્ષની ઉંમરે નિધન થઈ ગયુ. હ્રદયરોગનો હુમલો આવ્યા બાદ તેમને એમ્સમાં ભરતી કરવામાં આવ્યા હતા. એમ્સ પહોંચવાની થોડી વાર બાદ જ ડૉક્ટર્સે તેમને મૃત ઘોષિત કરી દીધા. ડૉક્ટરે જણાવ્યુ કે તેમનુ મોત કાર્ડિયાક અરેસ્ટના કારણે થયુ છે. તમને જણાવી દઈએ કે સુષ્મા સ્વરાજ લાંબા સમયથી બિમાર હતા અને તેમનુ કિડની ટ્રાન્સપ્લાન્ટ પણ થયુ હતુ. બિમારીને કારણે તેમણે 2019 લોકસભા ચૂંટણી નહોતી લડી.

સુષ્મા સ્વરાજનું ઐતિહાસિક ભાષણ
પોતાની ખાસ ભાષણ શૈલીના કારણે હંમેશા લોકોનું દિલ જીતનાર સુષ્મા સ્વરાજના આમ તો ઘણા ભાષણ છે જેમને લોકો ભૂલી નહિ શકે પરંતુ 11 જૂન, 1996ના રોજ લોકસભામાં આપેલ તેમનુ ભાષણ ઐતિહાસિક બન્યુ હતુ જેણે પણ સાંભળ્યુ તે દંગ જ રહી ગયા હતા.

સુષ્મા સ્વરાજ વિરોધીઓ પર બહુ વરસ્યા હતા
ખૂબ જ મર્યાદિત રીતે અને પાકટ શબ્દોથી લોકોની બોલતી કેવી રીતે બંધ થાય છે એ કોઈએ સુષ્મા સ્વરાજ પાસેથી શીખવુ જોઈએ. આ ભાષણમાં સુષ્મા સ્વરાજ સ્વરાજ વિરોધીઓ પર બહુ વરસ્યા હતા. ભાજપ પર સાંપ્રદાયિક આરોપ લગાવનાર પાર્ટીઓ પર ખૂબ તીખા પરંતુ સંતુલિત શબ્દોમાં તેમણે હુમલો કર્યો હતો જેની ચર્ચા એ સમયે વિદેશી મીડિયામાં થઈ હતી અને બધાના મોઢામાંથી તેમના માટે માત્ર ‘વાહ' શબ્દ જ નીકળ્યા હતા.

સુષ્માના નિધનથી શોકમાં ભારત
તમને જણાવી દઈએ કે સુષ્મા સ્વરાજના અચાનક દુનિયાથી અલવિદા કહી દેવાથી સમગ્ર ભારતમાં શોકની લહેર છે. તમને જણાવી દઈએ કે દિલ્લીના પહેલા મહિલા મુખ્યમંત્રી રહેલા સુષ્મા સ્વરાજનો જન્મ 14 ફેબ્રુઆરી, 1952ના રોજ થયો હતો. સ્વરાજ ત્રણ વાર રાજ્યસભા સભ્ય અને પોતાના ગૃહ રાજ્ય હરિયાણાની વિધાનસભામાં બે વાર સભ્ય રહ્યા. અટલ બિહારી વાજપેયીના નેતૃત્વવાળી સરકારમાં તેમણે સૂચનના પ્રસારણ મંત્રાલય, સ્વાસ્થ્ય મંત્રાલય, સંસદીય કાર્યમંત્રી સહિત વિવિધ મંત્રાલયોની જવાબદારી કેબિનેટ મંત્રી રૂપે સંભાળી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
