સુપ્રીમ કોર્ટનો CBIને સવાલ - દાભોલકર, પાનસરે, લંકેશ અને કલબુર્ગીની હત્યાઓમાં કોઈ સમાનતા છે?
સુપ્રીમ કોર્ટે શુક્રવારે તર્કવાદી નરેન્દ્ર દાભોલકર, સીપીઆઈ નેતા ગોવિંદ પાનસરે, કાર્યકર-પત્રકાર ગૌરી લંકેશ અને એમએમ કલબુર્ગીની હત્યાની સુનાવણી કરી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે સીબીઆઈને સવાલ કર્યો હતો કે શું આ તમામ લોકોની હત્યામાં કોઈ સમાનતા છે?
જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ સુધાંશુ ધુલિયાની બેન્ચે નરેન્દ્ર દાભોલકરની પુત્રી મુક્તા દાભોલકરની અરજી પર સુનાવણી કરતી વખતે સીબીઆઈને અનેક સવાલો ઉઠાવ્યા હતા.

મુક્તા દાભોલકર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ આનંદ ગ્રોવરે બેન્ચને જણાવ્યું કે 4 હત્યાઓ પાછળ એક મોટું કાવતરું હતું. તેમણે કહ્યું કે કેટલાક પુરાવા છે જે દર્શાવે છે કે આ કેસ એકબીજા સાથે સંબંધિત હોઈ શકે છે. મુક્તા દાભોલકરે પણ બૉમ્બે હાઈકોર્ટ સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો.
અંધશ્રદ્ધા સામે લડતા દાભોલકરને 20 ઓગસ્ટ, 2013ના રોજ પુણેમાં મૉર્નિંગ વૉક દરમિયાન મોટરસાઇકલ પર સવાર બે હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી હતી. પાનસરેની 20 ફેબ્રુઆરી 2015ના રોજ જ્યારે લંકેશની 5 સપ્ટેમ્બર 2017ના રોજ હત્યા કરવામાં આવી હતી. કલબુર્ગીની પણ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. 30 ઓગસ્ટ 2015ના રોજ તેમનુ અવસાન થયું હતુ.












Click it and Unblock the Notifications
