SBI એ ઈલેક્ટરોલ બોન્ડની તમામ વિગતો ઈલેક્શન કમિશનને સોંપી, સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કર્યુ
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની સૌથી ભ્રષ્ટ યોજનાઓમાંથી એક ઈલેક્ટરોલ બોન્ડને લઈને દિવસે દિવસે ખુલાસ થઈ રહ્યા છે. આ ક્રમમાં હવે બોન્ડની તમામ માહિતી એસબીઆઈએ ઈલેક્શન કમિશનને આપી દીધી છે.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ચૂંટણી પંચને ઈલેક્ટોરલ બોન્ડ્સ સંબંધિત તમામ માહિતી પૂરી પાડી છે. 18 માર્ચે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે બેંકને દરેક બોન્ડના આલ્ફાન્યૂમેરિક નંબર અને સીરીયલ નંબર, ખરીદીની તારીખ અને રકમ સહિતની તમામ માહિતી આપવાનો આદેશ આપ્યો હતો.

આ પછી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ચૂંટણી પંચને સીરીયલ નંબરો સાથે ચૂંટણી બોન્ડની તમામ વિગતો સોંપી દીધી છે. સુપ્રીમ કોર્ટ એસબીઆઈને માહિતી છુપાવવા બદલ કડક શબ્દોમાં ચેતવણી આપી હતી.
ડેટામાં બોન્ડ માટેના તમામ મહત્વના અનન્ય નંબરોનો સમાવેશ થાય છે, જે દાતાઓને પ્રાપ્તકર્તા રાજકીય પક્ષો સાથે મેચ કરવામાં મદદ કરશે. અપેક્ષા છે કે ચૂંટણી પંચ ટૂંક સમયમાં ડેટા જાહેર કરશે.
ઈલેક્ટોરલ બોન્ડ પર SBIના ચેરમેને સુપ્રીમ કોર્ટમાં કમ્પ્લાયન્સ એફિડેવિટ દાખલ કરીને કહ્યું કે આલ્ફાન્યૂમેરિક નંબર્સ સહિત ઈલેક્ટોરલ બોન્ડની તમામ વિગતો ચૂંટણી પંચને જાહેર કરવામાં આવી છે.
SBI એ સુપ્રીમ કોર્ટમાં પાલનનું એક સોગંદનામું દાખલ કર્યું છે, એફિડેવિટ જણાવે છે કે 21 માર્ચ 2024 ના રોજ SBI એ ભારતના ચૂંટણી પંચને તેના કબજામાં અને કસ્ટડીમાં રહેલા ચૂંટણી બોન્ડની તમામ વિગતો આપી છે.
જણાવી દઈએ કે, ઈલેક્ટોરલ બોન્ડ મુદ્દે 18 માર્ચે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયાએ સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાને કહ્યું હતું કે ચૂંટણી બૉન્ડ્સ પર કંઈપણ છુપાવે નહીં, તમામ માહિતી સાર્વજનિક થવી જોઈએ તે જરૂરી છે.












Click it and Unblock the Notifications
