સત્યપાલ મલિક જમ્મુ કાશ્મીર અને લદ્દાખના ઉપરાજ્યપાલ બની શકે છે
કેન્દ્ર સરકાર જમ્મુ કાશ્મીર અને લદ્દાખના કેન્દ્ર શાસિત પ્રદેશોના ઉપરાજ્યપાલ તરીકે કાર્યભાર સંભાળવા માટે ઉમેદવારો શોધી રહ્યા છે.
કેન્દ્ર સરકાર જમ્મુ કાશ્મીર અને લદ્દાખના કેન્દ્ર શાસિત પ્રદેશોના ઉપરાજ્યપાલ તરીકે કાર્યભાર સંભાળવા માટે ઉમેદવારો શોધી રહ્યા છે. જમ્મુ કાશ્મીરના પુનર્ગઠન બાદ થઈ રહ્યુ છે જે 31 ઓક્ટોબરથી લાગુ થશે તેમ સૂત્રો તરફથી જાણવા મળ્યુ છે. એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે 73 વર્ષીય જમ્મુ કાશ્મીર રાજ્યપાલ સત્યપાલ મલિક, બંને કેન્દ્રશાસિત પ્રદેશો - જમ્મુ કાશ્મીર અને લદ્દાખના ઉપરાજ્યપાલ બની શકે છે.

જો કે જમ્મુ કાશ્મીર પુનર્ગઠન અધિનિયમમા પણ બંને કેન્દ્રશાસિત પ્રદેશો માટે અલગ અલગ ઉપરાજ્યપાલની વાત કહેવામાં આવી છે. એક સૂત્રનુ કહેવુ છે કે જ્યાં સુધી સરકાર બંને કેન્દ્રશાસિત પ્રદેશો માટે ઉપરાજ્યપાલના નામનુ એલાન ન કરી દે ત્યાં સુધી મલિક અંતરિમ ઉપરાજ્યપાલ તરીકે પદભાર સંભાળે તેવી સંભાવના છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના કાર્યકર્તાનુ કહેવુ છે કે, આ વાત પર ચર્ચા થઈ છે કે કોણ આ પદ માટે સૌથી વધુ યોગ્ય રહેશે, ભલે તે નેતા હોય કે પૂર્વ સરકારી અધિકારી. જો કે અંતિમ નિર્ણય પ્રધાનમંત્રી કાર્યાલય ગૃહ અને સંરક્ષણ મંત્રાલયો સાથે ચર્ચા બાદ લેશે. કાર્યકર્તાએ કહ્યુ કે આ મામલે મલિક સાથે કોઈ ઔપચારિક વાત નથી થઈ પરંતુ તેમણે નવી દિલ્લીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠકો કરી છે.
માહિતી મુજબ મલિકને ઓગસ્ટ 2018થી જમ્મુ કાશ્મીરમાં રાજ્યપાલ રહેવાનો અનુભવ મળ્યો છે. જ્યારે પીપલ્સ ડેમોક્રેટીક પાર્ટી અને ભાજપની ગઠબંધન સરકાર પડી ભાંગી હતી. ઓળખ ન જણાવવાની શરતે એક વ્યક્તિએ જણાવ્યુ, 'એક સંભાવના છે કે તેમને ઉપરાજ્યપાલ નિયુક્ત કરવામાં આવી શકે છે કારણકે ઉપરાજ્યપાલ અને રાજ્યપાલની શક્તિઓ સમાન છે. ઉપરાજ્યપાલ તરીકે નિયુક્ત કરવા તેમના માટે પદ ઘટાડવા સમાન નહિ હોય.'
આ વ્યક્તિએ કહ્યુ કે લદ્દાખ વિશે કંઈ સ્પષ્ટ નથી પરંતુ એવુ માનવામાં આવી રહ્યુ છે કે બંને કેન્દ્રશાસિત પ્રદેશના ઉપરાજ્યપાલના પદ માટં એક વ્યક્તિને જ નિયુક્ત કરવામાં આવે. જમ્મુ કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ અનુસાર જમ્મુ કાશ્મીર પુડુચેરીની જેમ કેન્દ્રશાસિત પ્રદેશ હશે જેમાં એક વિધાનસભા અને મંત્રી પરિષદ હશે. અધિનિયમ અનુસાર જેએન્ડકે અસેમ્બલી જે પણ બિલ પાસ કરશે તેમને સંમતિ માટે ઉપરાજ્યપાલ પાસે મોકલવાનુ રહેશે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
