સરદાર પટેલની આજે જન્મજયંતિ, પીએમ મોદીએ કર્યા નમન, રાષ્ટ્રપતિ મૂર્મુ-ગૃહમંત્રી અમિત શાહે અર્પણ કર્યા પુષ્પ
Sardar Patel Jayanti: આજે દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે દેશ તેમને યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પી રહ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, દિલ્હીના એલજી વીકે સક્સેના, કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીએ તેમની જન્મજયંતિ પર પટેલ ચોક સ્થિત સરદાર પટેલની પ્રતિમા પર ફૂલ અર્પણ કર્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર પટેલને યાદ કરીને તેમને નમન કર્યા હતા. પીએ મોદીએ કહ્યું કે, સરદાર પટેલની જન્મજયંતિ પર, આપણે તેમની અદમ્ય ભાવનાને યાદ કરીએ છીએ, તેઓ એક સ્વપ્નદ્રષ્ટા રાજકારણી હતા અને તેમનું સમર્પણ અસાધારણ હતું જેનાથી તેમણે આપણા દેશનું ભાગ્ય ઘડ્યું હતું. રાષ્ટ્રીય એકતા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા આપણને માર્ગદર્શન આપે છે. તેમની સેવા માટે અમે હંમેશા ઋણી રહીશું.

અમિત શાહે કહ્યું કે હું તમને બધાને એકતા દિવસની શુભેચ્છા પાઠવું છું. દેશના પ્રથમ ગૃહમંત્રી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનો આજે 148મો જન્મદિવસ છે. 2014 થી સમગ્ર દેશ આ દિવસને એકતા દિવસ તરીકે ઉજવે છે. આપણે સૌ જાણીએ છીએ કે આઝાદી પછી અંગ્રેજોએ આ દેશને વિખેરવા માટે છોડી દીધો હતો.
તે સમયે આપણા લોખંડી પુરૂષ સરકાર પટેલે 550થી વધુ રજવાડાઓને એકતાની દોરીમાં બાંધીને ભારત માતાનું સન્માન વધારવાનું કામ કર્યું હતું. જો સરદાર ન હોત તો કદાચ આજે ભારત માતાનો નકશો આપણી સામે ન હોત.
તમને જણાવી દઈએ કે આજે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની પુણ્યતિથિ પણ છે. આ પ્રસંગે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષા સોનિયા ગાંધી, સાંસદ રાહુલ ગાંધીએ શક્તિ સ્થળ પર ઈન્દિરા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
