અમરનાથ યાત્રા પર નીકળી અભિનેત્રી સારા અલી ખાન, વીડિયો થયો વાયરલ
બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન માત્ર તેની બબલી એક્ટિંગ માટે જ નહીં પરંતુ તેની ટ્રાવેલિંગ માટે પણ ઘણી ફેમસ છે. તે ઘણીવાર તીર્થયાત્રા પર જાય છે. સારા અલી ખાન ક્યારેક કેદારનાધ ધામની યાત્રા કરતી જોવા મળે છે તો ક્યારેક સાવન મહિનામાં, તે ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં ભસ્મ આરતીમાં હાજરી આપતી જોવા મળે છે.
હવે સારા અલી ખાન હવે અમરનાથ યાત્રા પર નીકળી ગઈ છે. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સારા અલી ખાન અમરનાથ યાત્રા કરતી જોવા મળી રહી છે. સારા અલી ખાનના વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે અભિનેત્રી પહાડી રસ્તાઓ પર ચાલી રહી છે અને તે સુરક્ષાના ઘેરામાં ઘેરાયેલી જોવા મળી રહી છે.

ફિલ્મ 'જરા હટકે જરા બચકે'ની સફળતા બાદ સારા અલી ખાન વધુ એક તીર્થયાત્રા પર નીકળી છે. અભિનેત્રીનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે અમરનાથ યાત્રા પર જોવા મળી રહી છે. તે અમરનાથ ગુફાના વિસ્તારોમાં સુરક્ષા કોર્ડન સાથે ટ્રેકિંગ કરતા જોઈ શકાય છે.
તમને જણાવી દઈએ કે અમરનાથ યાત્રા હિંદુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. દેશભરમાંથી શિવભક્તો પવિત્ર ગુફામાં બરફથી બનેલા ભોલેનાથના આશીર્વાદ મેળવવા માટે કઠિન યાત્રા કરે છે. આ બરફના શિવલિંગને ભગવાન શિવનું સ્વરૂપ માનવામાં આવે છે. આ વાર્ષિક તીર્થયાત્રા દેશના ખૂણે ખૂણે વસતા ભોલેનાથના ભક્તોને આકર્ષે છે.
સારા અલી ખાને હાલમાં જ કહ્યું હતું કે મંદિરોમાં જઈને તેને ઘણી શાંતિ મળે છે. હિન્દુસ્તાન ટાઈમ્સ સાથે વાત કરતા તેણે કહ્યું હતું કે- લોકોને ઘણીવાર ટ્રોલ કરવાની આદત હોય છે. પરંતુ તે મને અસર કરતું નથી, તે મને આનંદ આપે છે. મંદિર જવા માટે લોકો મને ટ્રોલ કરે છે પણ મને કોઈ વાંધો નથી. મારું કામ બોલવું જોઈએ તે મહત્વનું છે.
#WATCH | Actress Sara Ali Khan undertakes Amarnath Yatra in J&k. pic.twitter.com/UIiiWvOe2j
— ANI (@ANI) July 20, 2023
સારા અલી ખાને તે ઈન્ટરવ્યુમાં આગળ કહ્યું હતું - જો તમને ગમશે તો ઠીક છે, જો નહીં, તો એવું નથી કે હું મંદિર નહીં જાઉ. આ મારી અંગત પસંદગી છે. મને મંદિર જવાથી કોઈ રોકી શકશે નહીં.
મંદિરમાં જઈને ભગવાનને પ્રાર્થના કરવાથી મને શાંતિ મળે છે. હું ભગવાનનો આભાર માનવા જાઉં છું. સારા અલી ખાન ટૂંક સમયમાં 'એ વતન મેરે વતન', 'મેટ્રો... ઇન દીનો' અને 'મર્ડર મુબારક' જેવી ફિલ્મોમાં જોવા મળશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
