નોટો પર લક્ષ્મી-ગણેશના ફોટાની માંગ પર ભાજપને શું પેટમાં દુઃખે છે, સંજય સિંહનો સવાલ
દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે નોટો પર ગણેશ-લક્ષ્મીના ફોટા છાપવાની માંગ કરી ત્યારબાદ ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે વાકયુદ્ધ શરુ થઈ ગયુ છે.
નવી દિલ્લીઃ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે નોટો પર ગણેશ-લક્ષ્મીના ફોટા છાપવાની માંગ કરી ત્યારબાદ ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે વાકયુદ્ધ શરુ થઈ ગયુ છે. આ ક્રમમાં સંજય સિંહે કહ્યુ કે ભારતની અર્થવ્યવસ્થા ગંભીર કટોકટીમાંથી પસાર થઈ રહી છે. આ પરિસ્થિતિમાં તેનો સામનો કરવા માટે તમામ પ્રયત્નો કરવાની સાથે ભગવાનના આશીર્વાદ પણ જરૂરી છે. ભાજપે જણાવવુ જોઈએ કે આ માંગને કારણે તેમના પેટમાં કેમ દુઃખે છે?

સંજય સિંહે વધુમાં કહ્યુ કે જે પણ નવી કરન્સી છપાય છે તેની એક તરફ ગાંધીજી અને બીજી તરફ લક્ષ્મી-ગણેશનો ફોટો હોવો જોઈએ. સીએમ કેજરીવાલે આવી માંગ કરી છે ત્યારથી ભાજપના લોકો કહી રહ્યા છે કે આવુ ન થવુ જોઈએ. આ માંગણી બાદ ભાજપને પેટમાં કેમ દુખે છે? મારે જાણવુ છે કે શું ભાજપ અને પ્રધાનમંત્રીએ જણાવવુ જોઈએ કે તેઓ કેજરીવાલજીની માંગ સાથે સહમત છે કે અસહમત? તેમણે કહ્યુ કે દિલ્લીના મુખ્યમંત્રીનો હેતુ દેશને ખુશીહાલી અને સમૃદ્ધિના આશીર્વાદ આપવાનો છે. આ પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બુધવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે કહ્યુ હતુ કે નોટો પર મહાત્મા ગાંધીની સાથે ગણેશ અને લક્ષ્મીની તસવીર લગાવવી જોઈએ.
કેજરીવાલે કહ્યુ કે દેશનુ ચલણ ડૉલરના મુકાબલે નબળુ પડી રહ્યુ છે ત્યારે અર્થવ્યવસ્થામાં પણ ઉથલપાથલ છે. આનો સામનો કરવા માટે તેમણે નોટો પર ગણેશ-લક્ષ્મીનો ફોટો છાપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યુ કે જ્યારે પણ આપણે મુશ્કેલીમાં હોઈએ છીએ ત્યારે આપણે ભગવાનને યાદ કરીએ છીએ. દીવાળીના દિવસોમાં આપણે બધા શ્રી લક્ષ્ણી અને શ્રી ગણેશની પૂજા કરી. કેજરીવાલે વધુમાં કહ્યુ કે મારી અપીલ છે કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સાથે શ્રી લક્ષ્મીજી અને શ્રી ગણેશજીની તસવીર ભારતીય ચલણ એટલે કે નોટો પર લગાવવામાં આવે. નોટ પર ગાંધીજીની તસવીર જેમ છે તેમ રાખવી જોઈએ પરંતુ એક તરફ દેવી-દેવતાઓની તસવીર લગાવવી જોઈએ. આના પર ભાજપ અને તેના પ્રવકતા વિરોધમાં ઉભા થઈ ગયા. પ્રધાનમંત્રી સ્પષ્ટ કરે કે તેમની પાર્ટી આના વિરોધમાં કેમ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
