મુખ્યમંત્રી પદ માટે ખેંચતાણ, સંજય રાઉતે કહ્યુ આ વખતે મહારાષ્ટ્રને મળશે શિવસેનાના CM

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા જ ત્યાં મુખ્યમંત્રી પદ માટે ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. શિવસેના અને ભાજપ વચ્ચે મુખ્યમંત્રી પદ માટે નિવેદનબાજી શરૂ થઈ ગઈ છે.

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા જ ત્યાં મુખ્યમંત્રી પદ માટે ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. શિવસેના અને ભાજપ વચ્ચે મુખ્યમંત્રી પદ માટે નિવેદનબાજી શરૂ થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદના ઉમેદવાર માટે શિવસેના પ્રવકતા સંજય રાઉતે મોટુ નિવેદન આપ્યુ છે. તેમણે મંગળવારે કહ્યુ કે આગલી દશેરા રેલીમાં પાર્ટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની બાજુમાં શિવસેનાના મુખ્યમંત્રી બેઠા હશે. તેમણે કહ્યુ કે સમય આવી ગયો છે, આ વખતે મહારાષ્ટ્રને શિવસેનાના મુખ્યમંત્રી જોઈએ.

sanjay raut

મુંબઈમાં શિવસેનાની દશેરા રેલીને સંબોધિત કરતા સંજયે રાઉતે કહ્યુ કે આ વખતે વિધાનસભા ચૂંટણીમાં શિવસેના 100થી વધુ સીટો મેળવશે. તેમણે કહ્યુ કે આ ચૂંટણી બાદ શિવસેનાના મુખ્યમંત્રી મળશે. તેમણે કહ્યુ કે નોટબંધી સામે કોઈને બોલવાની હિંમત ન થઈ પરંતુ ઉદ્ધવ ઠાકરે બોલ્યા. તેમણે કહ્યુ કે કાશ્મીરમાંથી હટાવાયેલ અનુચ્છેદ 370 પર અમે સરકારની સાથે છીએ. જો કે ભાજપ નિશાન સાધ્યુ અને કહ્યુ કે સત્તારુઢ ભાજપ સાથે સીટ વહેંચણીનો સવાલ ભારતની વહેંચણીથી પણ ખરાબ છે.

રેલીમાં ઉદ્ધવ ઠાકરેએ એક બાદ એક ઘોષણાઓ કરી. તેમણે કહ્યુ કે મહારાષ્ટ્રમાં શિવસેના 10 રૂપિયામાં ભોજન આપશે અને 1 રૂપિયામાં બૉડી ચેકઅપ થશે. વળી શિવસેના પ્રમુખે વચનોનો પિટારો ખોલીને કહ્યુ કે રાજ્યમાં 30 ટકા વિજળી સસ્તી કરવામાં આવશે. તેમણે ગઠબંધન પર કહ્યુ કે સમજૂતી ગઠબંધનનો એક ભાગ છે, જ્યાં અમે નથી લડી રહ્યા ત્યાં શિવસેનાના કાર્યકર્તાઓની માફી માંગીએ છીએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X