સંજય દત્તે સુપ્રીમ કોર્ટ પાસે સરેન્ડર થવા વધારે સમય માંગ્યો
નવી દિલ્હી, 15 એપ્રિલ : અદાલતમાં આત્મસમર્પણ કરવાની તારીખ નજીક આવતા જ બોલીવુડ અભિનેતા સંજય દત્તે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી આત્મસમર્પણ માટે વધારે સમય આપવાની માંગ કરી છે.
હાઇ કોર્ટે 21 માર્ચના રોજ શસ્ત્ર કાયદા હેઠળ દત્તને દોષિત ગણવા અંગે પોતાનું સમર્થન આપ્યું હતું સાથે તેને પાંચ વર્ષની જેલની સજા સંભળાવી હતી. જેમાં તેઓ 18 મહિનાની સજા પહેલા જ ભોગવી ચૂક્યા છે. ચાર સપ્તાહમાં સમર્પણ કરવાના આદેશ અનુસાર સંજય દત્તે 18 એપ્રિલે દિલ્હી ખાતેની વિશેષ ટાડા અદાલતમાં આત્મસમર્પણ કરવું જરૂરી છે.
દત્તને માફ કરી દેવાની વધતી માંગ વચ્ચે 53 વર્ષીય અભિનેતાએ 28 માર્ચે મીડિયાને જણાવ્યું હતું કે તેઓ માફી માટે અરજી નહીં કરે. તે દિવસે મીડિયા સાથેની વાતચીતમાં દત્ત ભાવુક બનીને રડી પડ્યા હતા.
રાજ્યપાલ કે શંકરનારાયણે દત્તને માટે ક્ષમા દાન અને તેમને માફી નહીં આપવા બંને મુદ્દે લોકો તરફથી મળેલી 60થી વધારે અરજીઓને આ મહિનાના પ્રારંભમાં જ રાજ્યના ગૃહ વિભાગને મોકલી આપી હતી. આ અરજીઓમાં પ્રેસ પરિષદના અધ્યક્ષ માર્કન્ડેય કાત્જુ અને પૂર્વ સપા નેતા અમરસિંહનો પણ સમાવેશ થાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
