સમીર વી કામત DRDOના નવા અધ્યક્ષ બન્યા, સતીશ રેડ્ડી સંરક્ષણ પ્રધાનના વૈજ્ઞાનિક સલાહકાર બનશે!
ભારતના વરિષ્ઠ વૈજ્ઞાનિકોમાંના એક સમીર વી કામતને સંરક્ષણ સંશોધન વિકાસ સંગઠન (DRDO)ના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અત્યાર સુધી આ જવાબદારી સતીષ રેડ્ડી સંભાળી રહ્યા હતા.
નવી દિલ્હી : ભારતના વરિષ્ઠ વૈજ્ઞાનિકોમાંના એક સમીર વી કામતને સંરક્ષણ સંશોધન વિકાસ સંગઠન (DRDO)ના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અત્યાર સુધી આ જવાબદારી સતીષ રેડ્ડી સંભાળી રહ્યા હતા. કેન્દ્ર દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર, કામત 60 વર્ષની ઉંમર સુધી અથવા આગળના નિર્ણય સુધી આ પદ પર કાર્યરત રહેશે. હાલમાં તેઓ નેવલ સિસ્ટમ્સ એન્ડ મટિરિયલ્સ વિભાગના મહાનિર્દેશક છે. આ સાથે જ અન્ય એક મહત્વના નિર્ણયમાં સરકારે જી. સતીશ રેડ્ડીને સંરક્ષણ મંત્રીના વૈજ્ઞાનિક સલાહકાર તરીકે નિયુક્ત કર્યા છે.

ડીઆરડીઓની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, કામતે 1985માં આઈઆઈટી ખડગપુરમાંથી મેટલર્જિકલ એન્જિનિયરિંગમાં બીટેક કર્યું હતું. ત્યારબાદ તેઓ 1988માં યુએસ ગયા, જ્યાં તેમણે ઓહિયો સ્ટેટ યુનિવર્સિટીમાંથી મટિરિયલ્સ સાયન્સ અને એન્જિનિયરિંગમાં પીએચડી પૂર્ણ કર્યું છે.
ડો. કામત હૈદરાબાદ ખાતે DMRL લેબોરેટરીમાં વૈજ્ઞાનિક 'C' તરીકે 1989માં DRDOમાં જોડાયા હતા અને ઓક્ટોબર 2013માં ઉત્કૃષ્ટ વૈજ્ઞાનિક 'H' તરીકે પ્રમોટ થયા હતા. તેમણે 17 ઓગસ્ટ 2015ના રોજ પ્રયોગશાળાના નિયામક તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. છેલ્લા 25 વર્ષ દરમિયાન ડૉ. કામતે અદ્યતન સામગ્રી જેમ કે પાર્ટિક્યુલેટ રિઇનફોર્સ્ડ મેટલ મેટ્રિક્સ કમ્પોઝિટ, સિરામિક મેટ્રિક્સ કમ્પોઝિટ, એલ્યુમિનિયમ-લિથિયમ એલોય, હાઇ સ્ટ્રેન્થ એલ્યુમિનિયમ એલોય અને ટાઇટેનિયમ એલોયમાં માઇક્રોસ્ટ્રક્ચર-મિકેનિકલ પ્રોપર્ટી ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપ્યું છે.
બીજી તરફ ડૉ.સતીશ રેડ્ડી હવે સંરક્ષણ મંત્રીના વૈજ્ઞાનિક સલાહકાર તરીકે સેવા આપશે. રેડ્ડીની કારકિર્દી પણ ઘણી સિદ્ધિઓથી ભરેલી રહી છે. તેમણે સંરક્ષણ પ્રણાલી અને તકનીકોના સ્વદેશી વિકાસનું પણ નેતૃત્વ કર્યું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
