ફોર્બ્સ મેગેઝિનના લિસ્ટમાં સલ્લુ ટોપ પર, જાડેજાની એન્ટ્રી
ફોર્બ્સ મેગેઝિને વર્ષ 2016ના ભારતની સૌથી વધુ કમાણી કરતી સોલિબ્રિટિઝનું લિસ્ટ બહાર પાડ્યું છે. જેમાં નંબર 1 પર છે હિંદી સિનેમાના સુલતાન એટલે કે સલમાન ખાન!
વર્ષ 2016ના હવે ગણતરીને જ દિવસો બાકી છે ત્યારે સૌ કોઇ વર્ષનું સરવૈયું કાઢવામાં વ્યસ્ત છે. હાલમાં જ ફોર્બ્સ મેગેઝિને ભારતમાં સૌથી વધુ કમાણી કરતા સ્ટાર્સનું લિસ્ટ બહાર પાડ્યું છે. આ લિસ્ટમાં પહેલા નંબરે છે બોલિવૂડના દબંગ સુલતાન સલમાન ખાન અને સાથે જ ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ આ લિસ્ટમાં ડેબ્યૂ કર્યું છે. રવિન્દ્ર જાડેજાની આ વર્ષની કમાણી છે 7.53 કરોડ રૂપિયા અને તે આ લિસ્ટમાં 35મા ક્રમે છે.

સલમાન ટોપ પર, જાડેજાની એન્ટ્રી
સલમાન ખાને આ વર્ષે અક્ષય કુમાર અને શાહરૂખ ખાનને પાછળ છોડીને પ્રથમ રેન્ક પ્રાપ્ત કર્યો છે. આ લિસ્ટમાં ઇન્ડિયન ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી ત્રીજા નંબરે છે. અન્ય એક ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પણ આ લિસ્ટમાં પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહ્યો છે. માત્ર 28 વર્ષનો રવિન્દ્ર જાડેજા ફોર્બ્સની ધનવાનોની યાદીમાં 35 ક્રમાંકે છે અને ફેમ લિસ્ટમાં 25મા ક્રમાંકે.

ફેમ લિસ્ટમાં વિરાટ કોહલી સૌથી આગળ
કમાણીની સાથે જ સ્ટાર્સને ફેમ રેન્ક પણ અપાયા છે, જેમાં વિરાટ કોહલી સૌથી આગળ છે. ત્યાર બાદ 2જા નંબરે સલમાન અને ત્રીજા નંબરે છે શાહરૂખ ખાન. અમિતાભ બચ્ચન કમાણીમાં 9મા સ્થાને છે, પરંતુ ફેમના લિસ્ટમાં તે ટોપ 5માં પોતાનું નામ જાળવી શક્યા છે. ફેમ લિસ્ટમાં 4થા નંબરે છે મહેન્દ્ર સિંહ ધોની અને 5મા નંબરે બિગ બી.

ટોપ 10માં માત્ર બે ફીમેલ સેલિબ્રિટિઝ
ટોપ 10ની યાદીમાં માત્ર બે ફીમેલ સેલિબ્રિટિઝને સ્થાન મળ્યું છે અને તે છે દિપીકા પાદુકોણ તથા પ્રિયંકા ચોપરા. આ લિસ્ટમાં ફરી એક વાર દિપીકાએ પ્રિયંકાને પાછળ છોડી દીધી છે. ફેમ રેન્કમાં દિપીકા આગળ હોવાને કારણે તેને આ લિસ્ટમાં 6ઠ્ઠું સ્થાન મળ્યું છે અને પ્રિયંકા ચોપરા 8મા સ્થાને છે.

ટોપ 10 સેલિબ્રિટીઝનું લિસ્ટ
- સલમાન ખાન - રૂ. 270 કરોડ
- શાહરૂખ ખાન - રૂ. 221.75 કરોડ
- વિરાટ કોહલી - રૂ. 134.44 કરોડ
- અક્ષય કુમાર - રૂ. 203.03 કરોડ
- મહેન્દ્ર સિંહ ધોની - રૂ. 122.48 કરોડ
- દિપીકા પાદુકોણ - રૂ. 69.75 કરોડ
- સચિન તેંડુલકર - રૂ. 58 કરોડ
- પ્રિયંકા ચોપરા - રૂ. 76 કરોડ
- અમિતભ બચ્ચન - રૂ. 32.62 કરોડ
- હૃતિક રોશન - રૂ. 90.25 કરોડ
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે






Click it and Unblock the Notifications
