સૈદાબાદ દુષ્કર્મ કેસ : રેલવે ટ્રૅક પરથી મળ્યો છ વર્ષની બાળકીના દુષ્કર્મ કેસમાં આરોપીનો મૃતદેહ
સૈદાબાદ દુષ્કર્મ કેસ : રેલવે ટ્રૅક પરથી મળ્યો છ વર્ષની બાળકીના દુષ્કર્મ કેસમાં આરોપીનો મૃતદેહ
હૈદરાબાદના સૈદાબાદમાં 6 વર્ષની બાળકી સાથે થયેલા દુષ્કર્મના કેસના આરોપી પલ્લનકોન્ડા રાજુનો રેલવે ટ્રૅક પાસેથી મૃતદેહ મળી આવ્યો છે.
જનગામા પોલીસે બીબીસીને કહ્યું કે તેમને ટ્રૅક પાસે મૃદદેહ મળી આવ્યો છે.
હાથ પરના ટેટૂથી ખબર પડી છે કે તે આરોપીના નિશાન સાથે મૅચ થાય છે. આથી મૃતદેહ તેનો જ છે.
પોલીસે બીબીસીને જણાવ્યું, "આરોપીનો મૃતદેહ ગુરુવારે સવારે ઘનપુર નજીકના નશ્કલ રેલવે ટ્રૅક પાસેથી મળી આવ્યો હતો. શરીરનાં નિશાન અને ટેટૂના આધારે પુષ્ટિ થઈ કે તે આ મૃતદેહ રાજુનો જ છે."
પોલીસે એમ પણ કહ્યું કે રાજુના પરિવારને આની જાણ કરી દેવાઈ છે.
રાજ્યના મંત્રી કે. ટી. આરે પણ ટ્વિટર પર આ મામલે જાણાકારી શૅર કરી હતી.
https://twitter.com/KTRTRS/status/1438374711386206213
કેટીઆરે ટ્વિટ કર્યું, "તેલંગણા ડીજીપીએ જણાવ્યું કે બાળકી સાથે દુષ્કર્મ કરનાર નરાધમનો મૃતદેહ ઘનપુર સ્ટેશન પાસેથી મળી આવ્યો છે."
વારંગલમાં આરોપીના મૃતદેહનું પોસ્ટમૉર્ટમ કરવામાં આવે એવી શક્યતા છે. ત્યાર બાદ પરિવારને મૃતદેહ સોંપવામાં આવશે.
ભાગેડૂ આરોપી ક્યાં ભાગતો ફરતો હતો?
રેલવે સ્ટાફ ટી. કુમાર અને સરંગપાણીએ પોલીસને જણાવ્યું કે શું થયું હતું.
કુમારે કહ્યું, "અમે આવ્યા ત્યારે એક વ્યક્તિ વૃક્ષ પરથી નીચે પડ્યો. ત્યાંથી કોઈ તરત ભાગી રહ્યું હોય એવું લાગ્યું. અમે એ તરફ જોયું. પણ કોઈ દેખાયું નહીં. અમને લાગ્યું કોઈક તો છે."
"અમે 200 મિટર સુધી ગયા અને ત્યાં અમને કોઈએ કહ્યું કે કોઈ વ્યક્તિ ટ્રેન નીચે કૂદી ગઈ. પછી અમે પરત આવ્યા. તે સવારે હૈદરાબાદ આવતી કોણાર્ક ટ્રેન નીચે 8:45 એ કૂદી ગયો હશે."
પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે આરોપી રાજુએ આત્મહત્યા કરી લીધી છે.
શું છે કેસ?
9 સપ્ટેમ્બરના રોજ હૈદરાબાદની સિંગેરેની કૉલોનીમાં આરોપી પર પાડોશમાં રહેતી બાળકીને ચૉકલેટની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ હતો.
પોલીસે ત્યાર બાદ રાજુની શોધખોળ શરૂ કરી હતી. પછી તેની પર 10 લાખ રૂપિયાનું ઇનામ પણ જાહેર કર્યું હતું.
અધિકારીઓ અનુસાર પોલીસની 15 ટીમો તેને શોધી રહી હતી.
સપ્તાહ બાદ પણ આરોપી પકડાયો નહોતો આથી પીડિત પરિવાર રોષમાં હતો અને સ્થાનિકોએ પણ પ્રદર્શન કર્યું હતું.
જનસેનાના વડા પવન કલ્યાણે પણ પીડિત પરિવારની મુલાકાત કરી હતી.
દુનિયામાં તાપમાન 50 ડિગ્રીને પાર જાય એવા દિવસોની સંખ્યા બમણી થઈ - BBC રિસર્ચ


- કોરોના વાઇરસની દવા મળી, જે બચાવી રહી છે લોકોના જીવ
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચી શકાય?
- કોરોના વાઇરસ દૂધની થેલી અને શાકભાજી પર કેટલું જીવે છે?
- કોરોના વાઇરસનો ચેપ આખરે કયા પશુમાંથી ફેલાયો?
https://www.youtube.com/watch?v=CZRuslESZUI
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
