હલાલા, ત્રણ તલાકથી બચવા મુસ્લિમ મહિલાઓ હિંદુઓ સાથે લગ્ન કરેઃ સાધ્વી પ્રાચી
પોતાના વિવાદિત નિવેદનોને કારણે હંમેશા ચર્ચામાં રહેતી સાધ્વી પ્રાચીએ ફરીથી એકવાર વિવાદિત નિવેદન આપ્યુ છે.
પોતાના વિવાદિત નિવેદનોને કારણે હંમેશા ચર્ચામાં રહેતી સાધ્વી પ્રાચીએ ફરીથી એકવાર વિવાદિત નિવેદન આપ્યુ છે. પૂર્વ વીએચપી નેતા સાધ્વી પ્રાચીએ મુસ્લિમ મહિલાઓને સલાહ આપી છે કે તેમણે હિંદુ યુવકો સાથે લગ્ન કરવા જોઈએ. એટલુ જ નહિ તેમણે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પોતાના ભાઈ ગણાવ્યા છે. તેમણે યોગી આદિત્યનાથને અપીલ કરી છે કે તે પ્રદેશમાં એ વાત સુનિશ્ચિત કરે કે મસ્જિદમાં કાંવડ યાત્રા દરમિયાન સ્પીકર બંધ રહે.

હાલમાં જ યુપી સરકારે 2013 મુઝફ્ફરનદગર હુલ્લડમાં લોકો સામે થયેલા કેસ પાછા લેવાના શરૂ કરી દીધા છે જેમાં સાધ્વી પ્રાચી સામે પણ કેસ હતો, સાધ્વી પ્રાચી પર હુલ્લડ દરમિયાન ભડકાઉ ભાષણ આપવાનો આરોપ હતો. સાધ્વી પ્રાચીએ કહ્યુ કે ઉત્તરપ્રદેશથી ઉત્તરાખંડ સુધી કાંવડિયા પ્રદેશભરમાં કાંવડ યાત્રા કાઢી રહ્યા છે અને ભગવાન ભોલેનાથના લગ્નની ઉજવણી કરી રહ્યા છે. મારા મોટા ભાઈ યોગીજી, જ્યાં સુધી ઉત્તરપ્રદેશમાં કાંવડ યાત્રા ચાલે ત્યાં સુધી તો મસ્જિદોમાં લાઉડ સ્પીકર બંધ કરાવો.
હલાલા, ત્રણ તલાકનો આવશે અંત
આટલુ જ નહિ સાધ્વીએ મુસ્લિમ મહિલાઓને હિંદુઓ સાથે લગ્ન કરવાની સલાહ આપતા કહ્યુ છે કે જો તેઓ આમ કરે તો સમાજમાં ત્રણ તલાક અને હલાલા જેવી બુરાઈઓનો અંત આવશે. તેમણે કહ્યુ કે હું ઘણા લાંબા સમયથી મહિલાઓ માટે લડી રહી છુ. ત્રણ તલાકની સમસ્યાના કારણે બરેલીમાં મારી બહેન નિદા ખાન લડી રહી છે. હું તેને તમામ મહિલાઓને અપીલ કરુ છુ કે તે પોતાનો ધર્મ છોડી દે કારણકે ત્યાં તો ત્રણ તલાક થશે અથવા તો હલાલા થશે.
ફતવો બહાર પાડનારાઓનો બહિષ્કાર કરો
સાધ્વીએ કહ્યુ કે અહીં ના કોઈ તલાક છે ના કોઈ હલાલા, હિંદુ સમાજમાં આવો અહીં કોઈ ડર નથી. એવા ગંદા સમાજને છોડીને મહિલાઓની આઝાદી માત્ર તબાહ કરે છે, હિંદુ ધર્મમાં આવો, હિંદુ સમાજમાં લગ્ન કરો, સારા સંસ્કારી ઘણા સારા છોકરાઓ મળશે. તમારુ સ્વાગત છે. તેમણે એ મહિલાઓને અપીલ કરી કે જેમને ત્રણ તલાક આપ્યા છે તે પોતાનો ધર્મ છોડી દે એને એવા ધર્મગુરુઓ પર તમાચો મારે જે મહિલાઓ સામે ફતવા બહાર પાડે છે, તેમને સમ્માનપૂર્વક જીવન જીવવા માટે હિંદુ ધર્મમાં આવી જવુ જોઈએ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
