રાજસ્થાનના ડેપ્યુટી સીએમ સચિન પાયલટથી વધુ કમાય છે તેમની પત્ની સારા
રાજસ્થાનના ઉપમુખ્યમંત્રી સચિન પાયલટની પ્રેમ કહાની વિશે તો હરકોઈ જાણે છે પરંતુ શું તમે જાણો છો કે તેમની પત્ની સારા તેમનાથી વધુ કમાય છે.
કોંગ્રેસ પાર્ટીના લોકપ્રિય હસ્તીઓમાંના એક સચિન પાયલટને રાજ્યના ઉપમુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. રાજ્યના રાજકારણમાં હવે નંબર બેની હેસિયત ધરાવતા સચિન પાયલટનું ખાનગી જીવન પણ ઘણુ રસપ્રદ છે. તેમની પ્રેમ કહાની વિશે તો હરકોઈ જાણે છે પરંતુ શું તમે જાણો છો કે તેમની પત્ની સારા તેમનાથી વધુ કમાય છે. આ વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે ચૂંટણી પહેલા સચિન પાયલટ તરફથી અપાયેલ એફિડેવિટમાં તેમણે પોતાની સંપત્તિ અને કામની જાણકારી આપી હતી.

સચિન પાયલટથી વધુ કમાય છે સારા પાયલટ
આ એફિડેવિટ અનુસાર સચિન પાસે માત્ર 5 કરોડની સંપત્તિ હતી અને તેમની આવક પત્ની સારાથી ઘણી ઓછી છે. તેમની આવક 10 લાખ રૂપિયા બતાવવામાં આવી છે. જ્યારે સારા પાયલટની આવક સોશિયલ વર્કથી વર્ષે 19 લાખ રૂપિયાથી વધુ છે. સારા અને સચિનના બે પુત્રો છે. આરાન અને વીહાન. મોટા પુત્રના નામે 13.68 લાખ અને નાના પુત્રના નામે 2.59 લાખ રૂપિયાની ચળ સંપત્તિ બતાવવામાં આવી છે.

સારા સોશિયલ કામ ઉપરાંત યોગા પણ શીખવે છે
રાજકારણમાં ખૂબ જ વ્યસ્ત રહેતા સચિન પાયલટના ઘરની સંપૂર્ણ જવાબદારી માત્ર તેમની પત્ની સારાના ખભે છે. સારા સોશિયલ કામ ઉપરાંત યોગા પણ શીખવે છે. કાશ્મીરના સૌથી મોટા રાજકીય પરિવારની દીકરી અને રાજસ્થાનના રાજકારણના મોટા ખાનદાનની વહુ સારા મીડિયાથી દૂર રહે છે.

દીકરીની પસંદ પર નાઝ હશે પિતા ફારુખ અબ્દુલ્લાને
કહે છે કે સારા-સચિનના લગ્નથી સારાના પિતા ફારુખ અબ્દુલ્લા ખુશ નહોતા પરંતુ આજે જ્યારે તે સચિન પાયલટને જોતા હશે તો તેમને પોતાની દીકરીના નિર્ણય પર ગર્વ થઈ રહ્યો હશે અને મનમાં મનમાં વિચારતા પણ હશે કે સારાએ સચિનને પસંદ કરીને કોઈ ભૂલ નથી કરી.

સારાના દાદા-પિતા-ભાઈ બની ચૂક્યા છે સીએમ
તમને જણાવી દઈએ કે સારાના પતિ આજે ડેપ્યુટી સીએમ બની ચૂક્યા છે પરંતુ સારાના દાદા, પિતા અને ભાઈ પણ સીએમ રહી ચૂક્યા છે. સારાના પિતા ફારુખ અબ્દુલ્લા, દાદા શેખ અબ્દુલ્લા, ભાઈ ઉમર અબ્દુલ્લા અને ફુઆ ગુલામ મોહમ્મદ શાહ જમ્મુ કાશ્મીરના સીએમ રહ્યા છે.

સારાએ રાજકારણમાં આવવાની નથી જતાવી ઈચ્છા
સચિને લગ્ન પહેલા પોલિટિક્સમાં પગ માંડવા વિશે ક્યારેય નહોતુ વિચાર્યુ. પરંતુ પિતા રાજેશ પાયલટના મોટ બાદ તેમને રાજકારણમાં ઉતરવુ પડ્યુ. જે સમયે સચિને રાજકારણમાં પગ મૂક્યો તે સમયે તેમની ઉંમર માત્ર 26 વર્ષની હતી. સચિનના દરેક નિર્ણયમાં સારા તેમની સાથે હોય છે. એટલા માટે જ્યારે સચિને રાજકારણ પસંદ કર્યુ તો તેમણે તેમના નિર્ણયનું સમ્માન કર્યુ અને ઘરની જવાબદારી પોતાના પર લઈ લીધી. જો કે રાજકીય ઘરાનામાંથી આવતી સારાએ પોતે ક્યારેય રાજકારણમાં આવવાની ઈચ્છા વ્યક્ત નથી કરી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
