RPF કૉન્સ્ટેબલના ગોળી મારવાના વીડિયો પર મચ્યો હોબાળો, કોંગ્રેસે કહ્યુ - હેટ ક્રાઈમ, ઓવૈસીઓ ગણાવ્યો આતંકી હુમલો
RPF Constable Firing: જયપુર-મુંબઈ સેન્ટ્રલ એક્સપ્રેસમાં રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ના ક\ન્સ્ટેબલ દ્વારા ચાર લોકોની ગોળી મારીને હત્યા કરવાના મામલે હોબાળો મચી રહ્યો છે. સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે આરોપી કૉન્સ્ટેબલ ચેતન સિંહ (34)ની ઘટના સાથે જોડાયેલ એક વીડિયો સામે આવ્યો છે.
જોકે આ વીડિયોની પુષ્ટિ થઈ નથી. પરંતુ આ વીડિયો સામે આવ્યા બાદ કોંગ્રેસના નેતા શ્રીનિવાસ બીવી અને AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ કેન્દ્રમાં ભાજપની આગેવાની હેઠળની સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.

કોંગ્રેસ નેતાએ તેને હેટ ક્રાઈમ ગણાવ્યો છે. તો ત્યાં અસદુદ્દીન ઓવૈસીએ તેને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. તેને હેટ ક્રાઈમ ગણાવતા, અસદુદ્દીન ઓવૈસી અને શ્રીનિવાસ બીવીએ એક વીડિયો શેર કર્યો જેમાં એક આરપીએફ કૉન્સ્ટેબલ કથિત રીતે પીઠ બતાવીને ઉભો છે અને તેની બાજુમાં એક પોલીસકર્મીની લાશ પડી છે.
વીડિયોમાં ખાખી યુનિફૉર્મમાં એક વ્યક્તિ, જે આરપીએફ કૉન્સ્ટેબલ હોવાનું કહેવાય છે, તે મુસાફરોને સંબોધતો જોવા મળે છે. તેની પીઠ કેમેરા તરફ છે અને તેની વાણી સ્પષ્ટ નથી. (નોંધ -OneIndia ગુજરાતી આ વીડિયોની પુષ્ટિ કરતુ નથી)
અસદુદ્દીન ઓવૈસીએ દાવો કર્યો, "આ એક આતંકવાદી હુમલો છે જેમાં ખાસ કરીને મુસ્લિમોને નિશાન બનાવવામાં આવ્યા છે. આ સતત મુસ્લિમ વિરોધી દ્વેષપૂર્ણ ભાષણ અને તેને સમાપ્ત કરવાની નરેન્દ્ર મોદીની અનિચ્છાનું પરિણામ છે. શું આરોપી આરપીએફ જવાન બનશે ભાજપનો ભાવિ ઉમેદવાર? શું સરકાર તેમના જામીનને સમર્થન આપશે? જ્યારે તેને છોડવામાં આવશે ત્યારે તેને હાર પહેરાવવામાં આવશે?
રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) કૉન્સ્ટેબલ ચેતન સિંહ (34) એ 31 જુલાઈના રોજ સવારે 5 વાગ્યે જયપુર-મુંબઈ સેન્ટ્રલ એક્સપ્રેસમાં ASI અને ત્રણ મુસાફરો સહિત ચાર લોકોની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. તેણે RPFના આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર (ASI) ટીકા રામ મીણા અને B5 કોચમાં અન્ય એક મુસાફરને તેની રાઇફલથી ગોળી મારી દીધી હતી. ત્યારપછી તેણે કોચ B6માં અન્ય પેસેન્જરને ગોળી મારી દીધી અને પછી કોચ B5 અને B6ની વચ્ચે આવેલી પેન્ટ્રી કારમાં અન્ય પેસેન્જરને ગોળી મારીને મારી નાખી.
મૃતક મુસાફરોની ઓળખ અબ્દુલ કાદિરભાઈ મોહમ્મદ હુસૈન ભાનપુરવાલા (48), અખ્તર અબ્બાસ અલી (48) અને સદર મોહમ્મદ હુસૈન તરીકે થઈ છે. કૉન્સ્ટેબલ ચેતન સિંહ ટ્રેનની ચેઈન ખેંચીને ભાગવાનો પ્રયાસ કરતા ઝડપાઈ ગયો હતો. સરકારી રેલવે પોલીસ (જીઆરપી)ના અધિકારીઓએ તેની ધરપકડ કરી હતી.
સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ GRP કમિશનર રવિન્દ્ર શિસ્વે જણાવ્યું હતું કે આરોપી કૉન્સ્ટેબલને હત્યાને યોગ્ય ઠેરવતો કથિત રીતે દર્શાવવામાં આવેલ વીડિયોની અન્ય સામગ્રી સાથે તપાસ કરવામાં આવી રહી છે. કોઈપણ નિષ્કર્ષ પર પહોંચવું ખૂબ જ વહેલું છે અને આ તબક્કે, કોઈ પણ બાબત પર ટિપ્પણી કરવી અને તપાસ વિશે કોઈપણ વિગતો શેર કરવી ખૂબ જ વહેલું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
