આ ગામમાં થાય છે રોનાલ્ડો અને મેસ્સીની પુજા, જાણો ક્યાં આવેલુ છે?
ભારતના કોઈપણ ગામમાં જશો તો તમને સચિન તેેંડુલકરના લાખો દિવાનાઓ જોવા મળશે. ભારતમાં ઘણી જગ્યાઓએ સચિનના મંદિર પણ આવેલા છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે હવે ભારતમાં ફૂટબોલનો ક્રેઝ વધી રહ્યો છે અને ભારતના એક ગામમાં રોનાલ્ડો અને મેસ્સીની પુજા થાય છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં ફૂટબોલનો ક્રેઝ વધી રહ્યો છે અને બિહારના પુર્ણિયાના ઝીલ ટોગા ગામમાં આ વાતનો પુરાવો જોવા મળે છે. આ ગામના યુવાનોમાં ફૂટબોલનો એવો ક્રેઝ છે કે અહીં કોઈપણ મેચ દરમિયાન પુરૂ ગામ એક સાથે મેચ જોતુ જોવા મળે. અહીના લોકો રોનાલ્ડો અને મેસ્સી જેવા ખેલાડીઓની પુજા કરે છે.

અહીં તમે પહોંચો તો તમને ક્રિકેટને પણ પાછળ છોડે તેનો ફૂટબોલનો ક્રેઝ જોવા મળે. આ ગામના દરેક ઘરમાં ફૂટબોલની પ્રેક્ટિસ કરતા લોકો જોવા મળશે. જો એક ઘરમાં ચાર ભાઈઓ હોય તો ત્રણ ભાઈઓ ફૂટબોલ રમતા ચોક્કસ જોવા મળે. જે ફૂટબોલ નથી રમતા તે ફૂટબોલ મેચ જોવામાં વધુ રસ દાખવે છે.
બિહાર પૂર્ણિયાના આ ઝીલ ટોલા ગામને ફૂટબોલરનું ગામ કહેવામાં આવે છે. અહીંના યુવાનો રોનાલ્ડો અને મેસ્સી બનવાના જોવે છે. અહીંના બાળકો અને યુવાનો તેમના જેવા ફૂટબોલર બનવા માટે પરસેવો પાડે છે. પૂર્ણિયાના આ ગામને ફૂટબોલરોનું ગામ કહેવામાં આવે છે.
આ ગામની વસ્તીની વાત કરીએ તો આદિવાસી સમાજની સાથે આ ગામ લગભગ બે થી ત્રણ હજારની વસ્તી ધરાવતું ગામ છે. આ ગામના તમામ ઘરોમાં જો ચાર સભ્યો હોય તો ત્રણ સભ્યો ફૂટબોલ રમતા જોવા મળે.
તેમણે જણાવ્યુ કે, આ જ કારણ છે કે આ ગામના લોકો ફૂટબોલ મેદાનમાં છેલ્લા ઘણા સમયથી ફૂટબોલ મેચ સ્પર્ધાનું આયોજન કરે છે. અહીં દર વર્ષે 1 ઓગસ્ટથી 15 ઓગસ્ટ દરમિયાન ફૂટબોલ ખેલાડીઓના ગામમાં ફૂટબોલ સ્પર્ધાનું આયોજન કરવા આવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
