વોટર્સને લોભાવવા જ્યારે મંત્રીજીએ કર્યો 'નાગિન ડાન્સ', વીડિયો વાયરલ
વોટર્સને લોભાવવા જ્યારે મંત્રીજીએ કર્યો 'નાગિન ડાન્સ', વીડિયો વાયરલ
નવી દિલ્હીઃ ચૂંટણીમાં વોટ મેળવવા માટે નેતાઓ શું-શં નથી કરતા. કર્ણાટકમાં લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસનો પ્રચાર કરી રહેલા રાજ્ય સરકારમાં મંત્રીએ જનતાને નાગિન ડાંસ કરી દેખાડ્યો. મંત્રીજીનું નામ પણ એમટીબી નાગરાજ છે. જો કે મંત્રીજીના નાગિન ડાંસે ત્યાં હાજર લોકોનું સારું એવું મનોરંજન કર્યું છે. બેંગ્લોરથી 27 કિમી દૂર હોસ્કેટ નામની જગ્યાએ મંત્રી એમટીબી નાગરાજ આ ડાંસ કરતા જોવા મળ્યા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હ્યો છે. મંત્રીજીના કાફલાની સાથે એક બેન્ડ પાર્ટી પણ ચાલી રહી હતી જેમાં 1954માં આવેલ ફિલ્મ નાગિનનું ગીત વાગી રહ્યું હતું.

ગીત સાંભળી મંત્રીજી ખુદને રોકી ન શક્યા ન નાચવા લાગ્યા. મંત્રીજીના આ ડાંસ પર જ્યારે ત્યાં હાજર કાર્યકર્તાઓને સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે પ્રશ્નનો ટાળવાના અંદાજમાં કહ્યું કે તેમના નામનો મતલબ 'નાગરાજ' છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે મંત્રી પોતાના કાર્યકર્તાઓ સાથે ભારે જોશ સાથે નાચી રહ્યા છે. આ દરમિયાન કેટલાક લોકોએ મંત્રીજીની ઉંમર (67) જોતાં તેમને શાંત પાડવાની કોશિશ પણ કરી. આવું પહેલીવાર નથી બન્યું કે મંત્રીજી કોઈ કાર્યક્રમમાં નાચ્યા હતા, તેઓ અગાઉ પણ કેટલાય ધાર્મિક કાર્યક્રમમાં આવું કરી ચૂક્યા છે.
#WATCH Karnataka Housing Minister MTB Nagraj dances with a group of people while campaigning in Hoskote. #LokSabhaElections2019 pic.twitter.com/InQmOuLOis
— ANI (@ANI) April 10, 2019
એમટીબી નાગરાજ દેશભરમાં સૌથી અમિર ધારાસભ્ય છે. એડીઆરના રિપોર્ટ મુજબ તેમની સંપત્તિ 1000 કરોડ રૂપિયા છે. જણાવી દઈએ કે મંત્રી નાગરાજ પૂર્વ કેન્દ્રીય મંત્રી વીરપ્પા મોઈલી માટે વોટ માંગવા ગયા હતા. વીરપ્પા મોઈલી કર્ણાટકની ચિક્કાબલ્લાપુરા લોકસભા સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. કર્ણાટકમાં બે તબક્કામાં ચૂંટણી થશે. જેમાં પહેલા તબક્કામાં 18 એપ્રિલે અને બીજા તબક્કામાં 23 એપ્રિલે ચૂંટણી થશે.
આ પણ વાંચો- ભાજપને વોટ ન આપતા, લખી ખેડૂતે કરી આત્મહત્યા
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
