રેવાડી ગેંગરેપઃ ડૉક્ટર સહિત ત્રણ આરોપીઓને 5 દિવસના પોલિસ રિમાન્ડ
હરિયાણાના રેવાડી જિલ્લામાં 19 વર્ષની છાત્રા સાથે હેવાનિયતના કેસમાં ધરપકડ કરાયેલ ત્રણ આરોપીઓને સિવિલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા જ્યાંથી તેમને પાંચ દિવસના પોલિસ રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યા.
હરિયાણાના રેવાડી જિલ્લામાં 19 વર્ષની છાત્રા સાથે હેવાનિયતના કેસમાં ધરપકડ કરાયેલ ત્રણ આરોપીઓને સિવિલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા જ્યાંથી તેમને પાંચ દિવસના પોલિસ રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યા. 19 વર્ષની છાત્રા સાથે સામૂહિક દુષ્કર્મના કેસમાં પોલિસે મુખ્ય આરોપી નિશુ, દીનદયાળ અને ડૉક્ટર સંજીવની ધરપકડ કરી હતી. આ પહેલા પોલિસે આ જધન્ય ગુના સાથે જોડાયેલા ઘણા ચોંકાવનારા ખુલાસા પણ કર્યા હતા.

ત્રણ આરોપીઓની પોલિસે કરી હતી ધરપકડ
ગેંગરેપના આ કેસમાં એક ડૉક્ટરની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ બાબતે પોલિસે જણાવ્યુ હતુ કે છાત્રા સાથે દુષ્કર્મ બાદ પીડિતાની હાલત બગડતા મુખ્ય આરોપી નિશુએ ડૉક્ટર સંજીવને કોલ કરીને બોલાવ્યો હતો જેણે પીડિતાનો પ્રાથમિક ઉપચાર પણ કર્યો હતો. પોલિસે જણાવ્યુ હતુ કે ડૉક્ટરને આ ગુનાની જાણકારી હતી પરંતુ તેણે પોલિસને કંઈ જણાવ્યુ નહિ.

પોલિસની બેદરકારી પણ આવી સામે
આ કેસમામ સંબંધિત ફરિયાદ મહેન્દ્રગઢ જિલ્લામાં લખવામાં આવી હતી. શરૂઆતમાં પોલિસની બેદરકારીની વાત પણ સામે આવી હતી. કહેવામાં આવ્યુ કે પોલિસે ફરિયાદ દાખલ કરાવવામાં 24 કલાકથી પણ વધુ મોડુ કરી દીધુ હતુ જેના કારણે આરોપીઓને ભાગવામાં મદદ મળી.

19 વર્ષની છાત્રા સાથે હેવાનિયત
તમને જણાવી દઈએ કે 19 વર્ષની ટોપર સાથે ગયા બુધવારે ગેંગરેપનો કેસ સામે આવ્યો હતો. તે કોચિંગ સેન્ટરથી ઘરે પાછી આવી રહી હૂતી તે જ સમયે બસ સ્ટોપ પરથી પંકજ અને મનીષ નામના બે યુવકોએ યુવતીને લિફ્ટ આપવાના બહાને અપહરણ કરી લીધુ. આરોપી યુવતીના ગામના રહેવાસી હતા એટલા માટે તે તેમને જાણતી હતી. આરોપી યુવતીને લિફ્ટ આપીને તેને એક સૂમસામ સ્થળ પર લઈ ગયા જ્યાં તેને નશીલો પદાર્થ પિવડાવીને તેની પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
