Republic TV Exit Poll: દિલ્હીમાં ફરી કેજરીવાલ સરકાર, ભાજપનો વોટશેર વધ્યો
Republic TV Exit Poll: દિલ્હીમાં ફરી કેજરીવાલ સરકાર, ભાજપનો વોટશેર વધ્યો
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે શનિવારે રાજધાનીમાં મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. આ વખતે વિધાનસભા ચૂંટણીમાં દિલ્હીની જનતામાં 2014-15ની ચૂંટણી જેવો ઉત્સાહ જોવા નથી મળ્યો. મીડિયા રિપોર્ટ્સ મુજબ સનિવારે સાંજે મતદાન પૂર્ણ થવા સુધી 57.87 ટકા લોકોએ જ વોટિંગ કર્યું હતુ જો કે વોટિંગ સમાપ્ત થઈ ચૂક્યું છે અને હવે એક્ઝિટ પોલ પણ આવવા શરૂ થઈ ગયા છે. રિપબ્લિક ટીવી-જન કી બાતના એક્ઝિટ પોલ મુજબ દિલ્હીમાં ફરી એકવાર કેજરીવાલ સરકારની વાપસી થવાનું અનુમાન છે.

દિલ્હીમાં પાંચ વર્ષ ફરી કેજરીવાલનું અનુમાન
દિલ્હીની 70 વિધાનસભા સીટ પર થેયલ મતદાનને લઈ સામે આવી રહેલા એક્ઝિટ પોલમાં આમ આદમી પાર્ટીને લીડ મળતી જોવા મળી રહી છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીએ પોતાની સીટોમાં વધારો હાંસલ કરી લીધો છે. રિપબ્લિક ટીવી જન કી બાતના એક્ઝિટ પોલ મુજબ દિલ્હીની 70 વિધાનસભા સીટો પર AAPને 48-61 સીટ મળવાનું અુમાન છે, ભાજપને 9-21 સીટ મળી શકે છે. રાજધાનીમાં 3 વખત સત્તામાં રહેલ કોંગ્રેસ પણ આ વખતે ખાતું ના ખોલી શકી.

અમને એક મોકો મળવો જોઈએ- ગૌતમ ગંભીર
શનિવારે મતદાનમાં કેન્દ્ર પર મતદાન કર્યા બાદ ભાજપના સાંસદ ગૌતમ ગંભીરે કહ્યું કે અરવિંદ કેજરીવાલે જે કંઈપણ વચન આપ્યું હતું તે પૂર્ણ કરવામાં નિષ્ફળ રહ્યા છે. ભાજપ પાછલા 20 વર્ષથી સત્તામાં નથી અને હવે કામ કરવાનો એક મોકો મળવો જોઈએ કેમ કે અમે ખરેખર દિલ્હી માટે કામ કરવા માંગીએ છીએ. જણાવી દઈએ કે આજે દિલ્હીની તમામ 70 સીટ પર ચૂંટણી સમાપ્ત થઈ ચૂકી છે.

વોટિંગ બાદ કીજરીવાલે કર્યું હતું ટ્વીટ
કેજરીવાલે શનિવારે ટ્વીટમાં લખ્યું કે, 'જ્યારથી મે ટીવી ચેનલમાં હનુમાન ચાલીસા વાંચી છે, ભાજપવાળા સતત મારો મજાક ઉડાવી રહ્યા છે. કાલે હું હનુમાન મંદિર ગયો. આજે ભાજપ નેતા કહી રહ્યા છે કે મારા જવાથી મંદિર અશુદ્ધ થઈ ગયું છે. આ કેવી રાજનીતિ છે? ભગવાન તો તમામના છે. ભગવાન બધાને આશિર્વાદ દે, ભાજપવાળાઓને પણ.' અંતમાં તેમણે લખ્યું, 'બધાનું ભલું થાય.'
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત સરકારે ટુકડા ધારામાં મોટા ફેરફાર કર્યા, લઘુત્તમ 10 ગુંઠાનો એકસમાન નિયમ અમલમાં -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
આજ રાતથી ગુજરાતમાં માવઠાનું જોર વધશે, હવામાનની નવી આગાહી -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી












Click it and Unblock the Notifications
