Video: સમાજમાં નફરત ફેલાવવાના આરોપમાં રિપબ્લિક ટીવીના એડિટર અર્નબ સામે FIR
રિપબ્લિક ટીવીના એડિટર અર્નબ ગોસ્વામી સામે સામાજિક વૈમનસ્યતાને પ્રોત્સાહન આપવાના કારણે નાગપુરમાં કેસ નોંધી લેવામાં આવ્યો છે.
રિપબ્લિક ટીવીના એડિટર અર્નબ ગોસ્વામી સામે સામાજિક વૈમનસ્યતાને પ્રોત્સાહન આપવાના કારણે નાગપુરમાં કેસ નોંધી લેવામાં આવ્યો છે. આ સાથે તેમના પર આરોપ છે કે તેમણે પાલઘર લિચિંગ ઘટના માટે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને જવાબદાર ગણાવ્યા હતા. આ મામલે પણ તેમની સામે કેસ નોંધી લેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે બે સાધુ એક ડ્રાઈવરની મહારાષ્ટ્રના પાલઘરમાં ભીડે મારી મારીને હત્યા કરી દીધી હતી. આ લોકો 16 એપ્રિલે સિલવાસા જઈ રહ્યા હતા. આ દરમિયાન પાલઘર જિલ્લાના ગઢચિંચલે ગામમાં આ લોકોની સ્થાનિક ગ્રામીણોએ મારી મારીને હત્યા કરી દીધી હતી. મહત્વની વાત એ છે કે આ દરમિયાન ત્યાં ઘટના સ્થળે પોલિસ પણ હાજર હતી, તેમછતાં આ લોકોએ પોલિસ સામે આ લોકોને મારી મારીને હત્યા કરી દીધી.

ડીસીપી વિનીતા સાહૂએ કહ્યુ કે ગોસ્વામી સામે સેક્શન 117, 120બી, 153એ, 153બી, 295એ, 2909એ, 500,504, 506 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તેમની સામે છત્તીસગઢના રાયપુરમાં પણ એક કેસ નોંધવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્ર કોંગ્રેસે ગોસ્વામીની નિંદા કરીને એક નિવેદનમાં કહ્યુ કે પાલઘર મામલે કોઈ પુરાવા ન હોવા છતાં ખોટી રીતે સાંપ્રદાયિક રંગ આપ્યો. જ્યારે આખો દેશ કોરોના વાયરસ સંક્રમણ સામે લડી રહ્યો છે, આ દૂર્ભાગ્યપૂર્ણ છે કે મીડિયાનો એક વર્ગ સમાજમાં નફરત ફેલાવી રહ્યો છે. ગોસ્વામીએ એક મહિલા સામે સમાજમાં નફરત ફેલાવવાનુ કામ કર્યુ છે. તેમણે કોંગ્રેસ અધ્યક્ષ સામે ટીવી પર અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો, આ સંપૂર્ણપણે અનૈતિક પત્રકારિતા છે. અમે આનો વિરોધ કરીશુ. અમે ભાઈચારોમાં ભરોસો કરીએ છે, આ રીતની નફરત સહન ન કરી શકીએ. આ દેશની એકતા માટે ખતરનાક છે.
ઉલ્લેખનીય છે કે અર્નબ ગોસ્વામી અને તેમની પત્ની પર બુધવારની રાતે જાનલેવા હુમલો કરવામાં આવ્યો. ગોસ્વામીએ કોંગ્રેસ પાર્ટી પર હુમલાનો આરોપ લગાવ્યો છે. અર્નબ પર બાઈક સવાર ગુંડાઓએ હુમલો એ વખતે કર્યો જ્યારે તે પોતાના ઘરમાંથી માત્ર 500 મીટરના અંતરે હતા. હુમલા વખતે અર્નબ ગોસ્વામીની પત્ની પણ સોનિયા પણ એ કારમાં હાજર હતી. હુમલા દરમિયાન અર્નબ ગોસ્વામી કાર ડ્રાઈવ રહ્યા હતા, હાલમાં અર્નબ અને તેમની પત્ની ઠીક છે.
#BREAKING | Arnab's message after being physically attacked by Congress goons #SoniaGoonsAttackArnab https://t.co/RZHKU3fdmK pic.twitter.com/SdAvoerhIH
— Republic (@republic) April 22, 2020
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
