Relationship Tips : એક્સ સાથે પેચ અપ કરવા જઈ રહ્યા છો તો આ વાતનું ખાસ ધ્યાન આપો, નહીં તો થશે મોટી મુશ્કેલી
તમારાથી અલગ થઈ ગયેલી વ્યક્તિ સાથે તમે શા માટે વાત કરવા માંગો છો તે વિશે વિચારો. તમે તેની સાથે ફરીથી વાત ન કરવાની અને તેને મળવાની કસમ ખાધી હતી. તમારે તમારી જાતને આ પ્રશ્નો પૂછવા જોઈએ.
દરેક વ્યક્તિના જીવનમાં ઉતાર-ચઢાવ આવતા રહે છે. કેટલાક લોકો તેને હિંમતથી પાર કરે છે તો કેટલાક તૂટી જાય છે. જ્યારે તમને તૂટેલા સંબંધો યાદ આવે છે ત્યારે તમને ખ્યાલ આવે છે કે તમે ખોટા નહોતા અથવા જો તમે તે સમયે સમજદારીથી કામ લીધુ હોત તો સ્થિતી બીજી હોત. પહેલા તમે સંબંધમાં હજાર વાંક જોતા હતા પરંતુ તમારા જીવનમાં તેની ગેરહાજરી તમને તેની અચ્છાઈનો અનુભવ કરાવે છે. દરેકે આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કર્યો હશે. આ બધી બાબતો તમને લાગે કે રિલેશન ફરીથી જોડવા જોઈએ તો સંબંધની એક બારી હંમેશા ખુલ્લી રાખો. પેચ અપ ન કરો પરંતુ સંભાવના રાખો. જો આમાં તમે કેટલીક વાતો પર ધ્યાન નહીં આપો તો મુશ્કેલીમાં મુકાઈ શકો છો.

તમે ફરીથી વાત કરવાનું કેમ વિચારો છો?
તમારાથી અલગ થઈ ગયેલી વ્યક્તિ સાથે તમે શા માટે વાત કરવા માંગો છો તે વિશે વિચારો. તમે તેની સાથે ફરીથી વાત ન કરવાની અને તેને મળવાની કસમ ખાધી હતી. તમારે તમારી જાતને આ પ્રશ્નો પૂછવા જોઈએ. એવું નથી કે એક્સના ગયા પછી તમે એકલા પડી ગયા છો અને તેથી જ તમે તમારા તેને તમારા જીવનમાં પાછા લાવવા માંગો છો. જો એમ હોય તો તમારે આ વિશે ફરીથી વિચારવું જોઈએ. તમારા એક્સને એક વિકલ્પ તરીકે ન જુઓ, તેના બદલે બીજો વિકલ્પ અજમાવો.

બ્રેકઅપનું કારણ વિચારો
તમારે વિચારવું જોઈએ કે બ્રેકઅપનું કારણ શું હતું. તમે બંને કેમ અલગ થઈ ગયા? શું કારણ હતું કે એકબીજાએ બન્નેને છોડી દીધા? આ બધા પ્રશ્નોના જવાબ પછી તમારા એક્સને જીવનમાં ફરીથી સામેલ કરવાનું વિચારો. જો તમને લાગે છે કે બ્રેકઅપનું કોઈ મોટું કારણ નથી અને તમે તેને સુધારી શકો છો તો તમે આગળ વધી શકો છો. જો કોઈ મોટા કારણથી બ્રેકઅપ થયું હોય તો પેચ અપ ઠીક નથી.

તમામ સંભાવનાઓ તપાસો
જો તમે તમારા એક્સને પાછા લાઈફમાં લાવવાનું વિચારી રહ્યા છો અને તમને યોગ્ય લાગે તો તે કરી શકાય છે. જો કે આ પહેલા તે તમારા જીવનમાં પાછા આવે તે પહેલાં બધું શક્ય છે કે કેમ તે વિશે ચોક્કસપણે વિચારો. શું બન્ને વચ્ચે રહેલી કડવાશનો અંત આવી શકે છે કે પછી આવેલી તિરાડને તમે ભરી શકો છો? શું તમારો એક્સ તમારી લાઈફમાં પાછા આવવા યોગ્ય છે? તેણે અગાઉ જે કર્યું હતું તે ન કરી શકે? તમે આ બધા પાસાઓને ધ્યાનમાં લીધા પછી જ આગળ વધો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
