કોરોના સંકટમાં રાહતઃ દિલ્લીમાં રોગીઓનો રિકવરી દર રાષ્ટ્રીય સરેરાશથી પણ વધુ

ભારતમાં કોરોના વાયરસનો પ્રકોપ ઝડપથી વધી રહ્યો છે પરંતુ મહામારીથી રિકવર થયેલા દર્દીઓના આંકડાઓમાં પણ સતત સુધારો થઈ રહ્યો છે.

ભારતમાં કોરોના વાયરસનો પ્રકોપ ઝડપથી વધી રહ્યો છે પરંતુ મહામારીથી રિકવર થયેલા દર્દીઓના આંકડાઓમાં પણ સતત સુધારો થઈ રહ્યો છે. દેશની રાજધાની દિલ્લીમાં કોરોના દર્દીઓની સંખ્યા 80 હજાર પાસે પહોંચી ગઈ છે જે વિશે કેન્દ્ર અને કેજરીવાલ સરકાર બધા જરૂરી પગલાં લઈ રહી છે. આ દરમિયાન દિલ્લી આરોગ્ય વિભાગથી મહામારી માટે એક રાહતના સમાચાર પણ સામે આવ્યા છે. રિપોર્ટ મુજબ દિલ્લીમાં કોરોના વાયરસ સંક્રમણથી ઉભરવાનો દર 29 જૂને 66.03 ટકા સુધી પહોંચી ગઈ, જે રાષ્ટ્રીય સરેરાશ 58.67 ટકાથી વધુ છે.

corona

અધિકૃત આંકડાઓમાંથી મળેલી માહિતી મુજબ દિલ્લીમાં જૂનમાં સંક્રમણની ગતિ વધી છે. આ દરમિયાન રાજ્યમાં 64 હજારથી વધુ કેસ સામે આવ્યા જ્યારે 47,357 લોકોના રિકવર થયા બાદ છુટ્ટી મળી ગઈ અથવા તે દિલ્લીથી ચાલ્યા ગયા. રાહતની વાત એ છે કે રાજધાની દિલ્લીમાં કોરોના વાયરસથી રિકવર થવાનો દર ધીમે ધીમે વધી રહ્યો છે. રિપોર્ટ અનુસાર 19 જૂને દિલ્લીમાં રોગીઓના રિકવર થવાનો દર 44.37 ટકા હતો. એના આગલા જ દિવસે એટલે કે 20 જૂને એ વધીને 55.14 ટકા થઈ ગયો. ત્યારથી લઈને વર્તમાન સમયમાં કોરોના વાયરસથી રિકવર થવાથી દર્દીઓના દરમાં સતત વધારો થઈ રહ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X