ભારતમાં 20 ટકા માર્ગ અકસ્માતોનું કારણ નકલી ઓટો પાર્ટ્સ
મુંબઇ, 17 જૂન : ભારતમાં નકલી ઓટો પાર્ટસનું બજાર દહાડે દિવસે વિસ્તરી રહ્યું છે. ઓટોમોટીવ કમ્પોનન્ટ એસોસિએશનના અંદાજ મુજબ નકલી પાર્ટસનું બજાર ત્રણ વર્ષ દરમિયાન 8,500 કરોડથી વધીને 14,000 કરોડે પહોંચ્યુ છે. દેશના રસ્તાઓ ઉપર સર્જાતા અકસ્માતો પૈકી 20 ટકા અકસ્માતો ડૂપ્લીકેટ ઓટો પાર્ટસને કારણે સર્જાતા હોવાનું તારણ નીકળ્યું છે. જે અત્યંત ગંભીર બાબત છે.
દેશના 35,000 કરોડના ઓટો પાર્ટસ માર્કેટમાંથી 30થી 40 ટકા માર્કેટ નકલી બજારે સર કર્યુ છે. ક્લચ, ફિલ્ટર, લેમ્પ, વાઇપર, બેરીંગ્સ, સ્ટીયરીંગઆર્મ, બ્રેક પટ્ટા અને બ્રેક લાઇનીંગ જેવા અગત્યના પાર્ટસ બજારમાં ખુલ્લેઆમ ઉપલબ્ધ બને છે.

માત્ર કાર અને એસયુવી પાર્ટ્સમાં જ નકલી પાર્ટસ વેંચાતા હોય છે એવુ નથી. ટ્રક, બસ અને ટુવ્હીલરમાં પણ આવા નકલી સાધનો વપરાય છે. ઓરીજીનલ પાર્ટસથી 20 થી 30 ટકા ઓછી કિંમતે નકલી સ્પેરપાર્ટસ બજારમાં વેંચાતા હોવાથી આ બજાર સતત વિસ્તરી રહ્યું છે.
નકલી પાર્ટસના કારણે સરકારને વર્ષે 2200 કરોડની કરવેરાની આવક પણ ઓછી મળે છે. કાર ઉત્પાદકોની ફરિયાદ છે કે નકલી પાર્ટસના વપરાશને કારણે વાહનની કાર્યક્ષમતા અને તેની બ્રાન્ડ વેલ્યુ પર અસર થાય છે. એક જેન્યુઇન ઉત્પાદકે પોતાની બ્રાન્ડનું ડુપ્લીકેશન ઝડપી લેવા 33 દરોડા પડાવ્યા હતાં. જો કે પાછળથી મામલો સુલટાવી દેવામાં આવ્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
