જાણો રતન ટાટાની વસિયતમાં કોને શું મળ્યુ, પાલતુ શ્વાન ટિટો માટે ખાસ જોગવાઈ
ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું 9 ઓક્ટોબરના રોજ અવસાન થયુ. રતન ટાટા પોતાના પરોપરકાર માટે જાણીતા હતા. તેમનો પ્રાણી પ્રત્યને પ્રેમ અતૂટ હતો તેમને શ્વાન માટે હોસ્પિટલ પણ બનાવી છે. રતન ટાટા પોતાના ઘરે ટિટો નામનું જર્મન શેફર્ડ શ્વાન પાળતા હતા. જો કે, રતન ટાટાના અવસાન બાદ હવે આ જર્મન શેફર્ડ કોની પાસે રહેશે અને તેની સંભાળ કોણ રાખશે તેની વ્યવસ્થા રતન ટાટા કરીને ગયા છે.
જી હા, ટિટોની આજીવન સંભાળ માટે રતન ટાટાએ પોતાની વસિયતમાં વ્યવસ્થા કરી છે. એક ખાનગી ન્યૂઝ પેપરના અહેવાલ મુજબ, રતન ટાટાએ ટિટોની સંભાળ માટે વસિયતમાં ખાસ પ્રકારની જોગવાઈ કરી છે. મહત્વનું છે કે, પશ્ચિમી દેશોમાં પાલતુ પ્રાણીની સંભાળ માટે વસિયતમાં ખાસ પ્રકારની જોગવાઈ કરવામાં આવે છે, જો કે, ભારતમાં આ પ્રકાર કિસ્સા ખૂબ જ ઓછા જોવા મળ છે.

ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું 9 ઓક્ટોબરના રોજ મુંબઈની હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવસાન થયુ. રતન ટાટા જેમની સંપત્તિ 10 હજાર કરોડ કરતા પણ વધુ છે ત્યારે તેમની વસિયતનામું બહાર આવ્યું છે. આ વસિયત મુજબ તેમણે તેમની સંપતિ, તેમના ફાઉન્ડેશન, તેમના ભાઈ જીમી ટાટા, તેમની સાવકી બહેન શિરીન અને ડીના જેજીભોય તથા તેમના ઘરે કામ કરતા કર્મચારીઓ તથા અન્ય નજીકના લોકો વહેંચવા માટે કહેવામાં આવ્યું છે.
આ વસિયતનામામાં ખાસ તેમના પાલતુ શ્વાન ટિટોની આજીવન સંભાળ અંગેની પણ જોગવાઈ કરવામાં આવી છે. આ ટિટો નામનું શ્વાનને રતન ટાટાએ પાંચ વર્ષ અગાઉ દત્તક લીધુ હતુ.મળતી માહિતી મુજબ, અગાઉ રતન ટાટા પાસે રહેલુ ટિટો નામનું પાલતુ શ્વાન મૃત્યુ પામ્યુ હતુ, જેથી તેમણે એક નવુ શ્વાન દત્તક લીધુ હતુ અને તેને પણ ટિટો નામ આપ્યુ હતુ. રતન ટાટાની વસિયત મુજબ, હવે આ ટિટો નામના શ્વાનની સંભાળ રતન ટાટાના રસોઈયા રાજન કરશે.રતન ટાટાની વિલમાં તેમની ત્રણ દાયકાથી વધુ સેવા કરનાર બટલર સુબિયાના નામની પણ જોગવાઈ કરવામાં આવી છે.
કોને મળશે રતન ટાટાના ભાગના શેર?
રતન ટાટાની વસિયત મુજબ, ગ્રૂપ કંપનીઓમાં રતન ટાટાના શેર ટાટા ગ્રૂપની પરંપરા અનુસાર ચેરિટેબલ ટ્રસ્ટ, રતન ટાટા એન્ડોમેન્ટ ફાઉન્ડેશન(RTEF)ને ટ્રાન્સફર કરવામાં આવશે.મળતી માહિતી મુજબ, ટાટા સન્સના ચેરમેન એન.ચંન્દ્રશેખરને RETFના વડા બનાવી શક્યતા છે.
ટાટા સન્સના શેર સિવાય ટાટા સમૂહની અન્ય કંપની જેવી કે ટાટા મોટર્સમાં પણ રતન ટાટાની હિસ્સેદારીના શેર RTEFમાં ટ્રાન્સફર કરવામાં આવશે.2022માં સ્થાપવામાં આવેલા આ ફાઉન્ડેશને અનેક નોન પ્રોફિટ વેન્ચરને સમર્થન આપ્યુ છે.આ ફાઉન્ડેશનને ટાટા ટેક્નોલોજીના IPO પહેલા તેમા રોકાણ કર્યુ હતુ જ્યારે ટાટા ડિજીટલમાં પણ રોકાણ કર્યુ હતુ.RNT એસોસિએટ અને RNT સલાહકારો દ્વારા તેમના સ્ટાર્ટઅપના રોકાણો વેચવામાં આવશે અને આ રોકાણની આવક RTEFને આપવામાં આવશે.
રતન ટાટાની વસિયતમાં તેમના અંગત સહાયક શાંતનુ નાયડુનું નામ પણ સમાવેશ થાય છે.રતન ટાટાએ શાંતનુ નાયડુની કંપનીમાં ગુડફેલોમાં તેમની હિસ્સેદારી છોડી દીધી છે, જ્યારે નાયડુના વિદેશ અભ્યાસ માટે લોન માફ કરવામાં આવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
