Ratan Tata Net Worth: કેટલી સંપત્તિ છોડી ગયા રતન ટાટા, કોને નામ થશે કંપની? જાણો
Ratan Tata Net Worth in Gujarati: ટાટાના પૂર્વ ચેરમેન રતન ટાટાનું 86 વર્ષની ઉંમરે નિધન થયું છે. 9 ઓક્ટોબર 2024ની કાળી રાતે તેમણે અંતિમ શ્વાસ લીધા. મુંબઈની બ્રીચ કેંડી હોસ્પિટલમાં તેમનો ઈલાજ ચાલી રહ્યો હતો. અચાનક તબિયત લથડતાં તેમને ICUમાં દાખલ કરવા પડ્યા હતા. આ દુઃખદ સમાચારને પગલે સમગ્ર દેશમાં શોકની લહેર ઉઠી છે.

રતન ટાટાનું નામ સાંભળતાં જ આપણા મનમાં ભારતીય ઉદ્યોગ જગતનો એક એવો ચહેરો સામે આવે છે, જે માત્ર પોતાની કારોબારી કુશળતા માટે જ નહીં, બલકે સમાજસેવા અને વિનમ્રતાના કારણે પણ લોકોના હ્રદયમાં ખાસ જગ્યા બનાવી રાખી છે.
રતન ટાટા પોતાની પાછળ અઢળક સંપત્તિ છોડી ગયા છે. સૌકોઈ આ વાત જાણવા માંગે છે કે આખરે તેમના નિધન પછી તેમનો ઉદ્દરાધિકારી એટલે કે વારસદાર કોણ હશે? તેમની સંપત્તિ હવે કોણ સંભાળશે? તો આવો જાણીએ રતન ટાટા કેટલી સંપત્તિ છોડી ગયા છે અને તેમની શાનદાર વિરાસત કોણ આગળ વધારશે?
રતન ટાટાની સંપત્તિ
ટાટા ગ્રુપના ચેરમેન રહી ચૂકેલ રતન ટાટાએ ભારતમાં વ્યાપારનો અર્થ જ બદલી કાઢ્યો. તેઓ બિઝનેસ કરતાં સમાજ પ્રત્યે પોતાની જવાબદારીને વધુ મહત્વ આપતા હતા. તે કારણે જ તેમની સંપત્તિનું આંકલન કરવું મુશ્કેલ છે. પરંતુ રિપોર્ટ મુજબ રતન ટાટા કૂલ 3800 કરોડ પાછળ છોડી ગયા છે. માનવામાં આવી રહ્યું છે કે તેમની સંપત્તિ $5.4 બિલિયન ડૉલરની આસપાસ છે.
માત્ર ભારત જ નહીં, બલકે સમગ્ર એશિયામાં સૌથી અમીર બિઝનેસમેનમાં રતન ટાટાનું નામ આવતું. પરંતુ તેમની સંપત્તિનો મોટો ભાગ સીધી રીતે તેમના નામ સાથે જોડાયેલો નથી. એનું કારણ એ છે કે ટાટા ગ્રુપની મોટાભાગની કંપનીઓ ટાટા ટ્રસ્ટને આધીન આવે છે. ટાટા ટ્રસ્ટ, ટાટા સંસના 66 ટકા શેર્સના માલિક છે અને આ શેરથી થતી આવકનો ઉપયોગ મુખ્યત્વે સમાજ કલ્યાણમાં કરાય છે. આ કારણે રતન ટાટાની વ્યક્તિગત નેટવર્થની સરખામણીએ ટાટા ગ્રુપની સામૂહિક સંપત્તિ વધુ દેખાય છે.
હજારો કરોડોના માલિક હોવા છતાં રતન ટાટા હંમેશા સાદાઈથી જીવન જીવ્યા અને ટાટા ટ્રસ્ટ દ્વારા ધર્માર્થ કાર્યો પ્રત્યે ગાઢ પ્રતિબદ્ધતા તેમણે દર્શાવી હતી.
ટાટા ગ્રુપની સામૂહિક માર્કેટ વેલ્યૂ (Tata Group Market Value)
જો ટાટા ગ્રુપની સામૂહિક મૂલ્યની વાત કરીએ તો આ સમૂહની કૂલ માર્કેટ કેપિટલાઈઝેશન લગભગ 300 બિલિયન ડૉલર એટલે કે 24 લાખ કરોડ રૂપિયાથી પણ વધુ છે. ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, ટાટા કંસલ્ટન્સી સર્વિસેજ (TCS), ટાઈટન, ટાટા પાવર જેવી અનેક કંપનીઓ આ ગ્રુપનો ભાગ છે, જેનું ભારતીય અને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં મોટું નામ છે. માત્ર ભારતમાં જ નહીં વૈશ્વિક સ્તરે પણ ટાટા ગ્રુપ ઓળખ બનાવી ચૂક્યું છે.
રતન ટાટાનો વારસદાર કોણ હશે? (Who will be successor of Ratan Tata)
માનવામાં આવી રહ્યું છે કે માયા ટાટા (Maya Tata) ટાટા ગ્રુપની સંપત્તિઓના સંભાવિત ઉત્તરાધિકારી હોય શકે છે અને ખુદ રતન ટાટા માયાને ગ્રુપનું નેતૃત્વ કરવા માટે તૈયાર કરી રહ્યા હોવાનું પણ પ્રકાશમાં આવ્યું હતું.
કોણ છે માયા ટાટા (Who is Maya Tata)
માયા ટાટાનો પરિચન આપીએ તો તેઓ રતન ટાટાના સાવકા ભાઈ નોએલ ટાટા અને ટાટા ગ્રુપના પૂર્વ અધ્યક્ષ સાઇરસ મિસ્ત્રીની બહેન આલૂ મિસ્ત્રીની દીકરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
