1000 કરોડની સંપત્તિ વેચીને સપરિવાર વિદેશ ભાગવા ઈચ્છતા હતા રાણા કપૂર
યસ બેંકના સંસ્થાપક રાણા કપૂર વિશે નવો ખુલાસો થયો છે કે તે ભારતમાં પોતાની સંપત્તિ વેચીને વિદેશ ભાગી જવાના ચક્કરમાં હતા.
યસ બેંકના સંસ્થાપક રાણા કપૂર વિશે નવો ખુલાસો થયો છે કે તે ભારતમાં પોતાની સંપત્તિ વેચીને વિદેશ ભાગી જવાના ચક્કરમાં હતા, ઈડીની કસ્ટડીમાં આવતા પહેલા તેમણે પોતાની ત્રણ મોટી સંપત્તિ વેચવાની કોશિશ કરી હતી, તેમનો પૂરો પ્લાન હતો કે તે જલ્દીમાં જલ્દી સંપત્તિ વેચીને સપરિવાર ભારત છોડી દે.

પત્નીના નામ પર છે 1000 કરોડની સંપત્તિ
ઈન્ડિયા ટુડેના સમાચાર મુજબ જે ત્રણ સંપત્તિને રાણા કપૂર વેચવાની ફિરાકમાં હતા, તેની કિંમત લગભગ 1000 કરોડ જણાવવામાં આવી રહી છે. સૌથી વધુ જોવાની વાત એ છે કે આ ત્રણ સંપત્તિ રાણા કપૂરની પત્ની બિંદુ કપૂરના નામ પર છે.

બિંદુ કપૂર પહેલેથી જ તપાસના ઘેરામાં
આ ત્રણે સંપત્તિ દિલ્લીના 40 અમૃતા શેરગિલ માર્ગ, ચાણક્યપુરી સ્થિત 18 કૌટિલ્ય માર્ગ અને ડિપ્લોમેટિક એન્ક્લેવમાં સ્થિત છે, તેને વેચવા માટે રાણા કપૂરે સંપત્તિ ડીલર્સ સાથે વાત કરી હતી. ઉલ્લેખનીય છે કે બિંદુ કપૂર ખુદ ઈડીના નિશાના પર છે, તેમા પર 4300 કરોડ રૂપિયાની શંકસ્પદ લેવડ-દેવડનો આરોપ છે.

રાણા કપૂરે 20થી વધુ નકલી કંપનીઓ બનાવી હતી
આ ઉપરાંત ઈડીના જણાવ્યા મુજબ કપૂર, પત્ની બિંદુ અને ત્રણ દીકરીઓ સહિત તેમના પરિવારના સભ્યોએ કથિત રીતે લાંચ લેવા માટે 20થી વધુ નકલી કંપનીઓ બનાવી હતી જેના દ્વારા લેવામાં આવેલી લાંચનો ઉપયોગ સંપત્તિ ખરીદવા માટે કરવામાં આવ્યો છે, તમને જણાવી દઈએ કે આ પહેલા રાણા કપૂરની દીકરી રોશની કપૂરને મુંબઈ એરપોર્ટ પર રોકી લેવામાં આવી હતી. તે બ્રિટિશ એરવેઝના વિમાનથી લંડન જવાની હતી પરંતુ તેને એરપોર્ટ પર જ રોકી લેવામાં આવી હતી.

ઈડી કસ્ટડીમાં છે રાણા કપૂર
ઉલ્લેખનીય છે કે રાણા કપૂરને મુંબઈની વિશેષ અદાલતે 11 માર્ચ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલ્યા છે. ઈડાએ યસ બેંકના સંસ્થાપક રાણા કપૂરને મની લોંડ્રિંગના આરોપો હેઠળ રવિવારે સવારે કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. યસ બેંકના ફાઉન્ડર, પૂર્વ મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ રાણા કપૂરે પર બિઝનેસમેન પરિવારોને લોન આપવા અને તેને વસૂલવાની પ્રક્રિયા પોતાના હિસાબે નક્કી કરવાનો આરોપ છે. બેંક અનિલ અંબાણી ગ્રુપ, આઈએલએન્ડએફએસ, સીજી પાવર, એસ્સાર પાવર, રેડિયસ ડિવેલપર્સ અને મંત્રી ગ્રુપ જેવા બિઝનેસમેન પરિવારોને લોન આપવામાં આગળ રહ્યુ. આ જૂથોના ડિફૉલ્ટર સાબિત થવાથી બેંકને જોરદાર ઝટકો લાગ્યો.












Click it and Unblock the Notifications
