છત્તીસગઢમાં ભાજપની જીત માટે રમણ સિંહે કરી માઁ કાળીની પૂજા
આજે છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી ચાલી રહી છે. લોકો મતદાન માટે ઉમટી પડ્યા છે. કોંગ્રેસ અને ભાજપ બંને પોતાની સત્તા મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી રમન સિંહે ભાજપની બહુમતીથી સરકાર બનતી હોવાનો દાવો પણ કર્યો છે.

રમન સિંહ આજે છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીના દિવસે કાળી માતાના મંદિરે પૂજા કરવા ગયા હતા. જ્યાંથી તેમણે કહ્યું કે, 'આજે અમે કાળી માતાના દરબારમાં આવ્યા અને છત્તીસગઢમાં પૂર્ણ બહુમત વાળી ભાજપની સરકાર બને તેવી કાળી માતાને પ્રાર્થના કરી. ભારતીય જનતા પાર્ટી આગામી દિવસમાં સુશાસન આપશે, અને શાંતિ તથા સમૃદ્ધિ અને વિકાસની દિશામાં આગળ વધશું.'
છત્તીસગઢમાં કયા મુદ્દાઓ પર તમે ચૂંટણી લડી રહ્યા છો? સવાલના જવાબમાં રમન સિંહે કહ્યું કે, 'વિકાસનો મુદ્દો છે, ભૂપેશ બઘેલના ભ્રષ્ટાચારનો મુદ્દો છે, અને કોંગ્રેસે વિકાસ રોક્યો હોવાનો મુદ્દો છે.' તેમણે વધુમાં કહ્યું કે રાજસ્થાનની સાથે જ આ વખતે છત્તીસગઢમાં પણ ભાજપની સરકાર બનશે.
ઉલ્લેખનીય છે કે છત્તીસગઢમાં બપોરે 1 વાગ્યા સુધીમાં 44.55% મતદાન નોંધાયું છે. કાંકરેજ જિલ્લાની ભાનુપ્રતાપપુર સીટ પર સૌથી વધુ 61.83% અને કાંકેરમાં 61.8% મતદાન થયું છે. આ દરમિયાન સૌથી ઓછું મતદાન બીજાપુરમાં 20.09% અને સુકમાની કોંટા સીટ પર 30.27% મતદાન નોંધાયું છે. સુકમા અને બીજાપુર બંને છત્તીસગઢના સૌથી દક્ષિણી ભાગમાં છે. આ વિસ્તાર માઓવાદિઓથી અતિ પ્રભાવિત છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
