ગુરમીત રામ રહીમને કોર્ટે 20 વર્ષની જેલની સજા સંભળાવી છે!
રામ રહીમ સિંહને આજે જજ જગદિપ સિંહ આજે બળાત્કાર કેસમાં તેમને 20 વર્ષની સજા સંભળાવી છે. સાથે પોલીસે સુરક્ષાનો ચાંપતો બંદોવસ્ત કર્યો છે.ત્યારે જાણો વધુ અહીં.
હરિયાણાના પંચકૂલામાં કેન્દ્રીય અન્વેષણ બ્યૂરો એટલે કે સીબીઆઇની વિશેષ અદાલતમાં ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમ સિંહને બે સાધ્વીઓ પર બળાત્કાર કેસમાં દોષી જાહેર કર્યા હતા. તે પછી આજે તેમને હેલિકોપ્ટર દ્વારા રોહતક સ્થિત સુનારિયા જેલમાં લઇ જવામાં આવશે. જ્યાં તે રામ રહીમની સજાની સુનવણી કરી હતી. તેમણે રામ રહીમ પર બે બળાત્કાર કેસમાં 20 વર્ષની સજા સંભળાવી હતી. જે સાંભળીને રામ રહીમ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. અને સજા ઓછી કરવા આજીજી કરવા લાગ્યા હતા.ઉલ્લેખનીય છે કે સજા પહેલા જ જેલની આસપાસનો 3 કિલોમીટર સુધીનો વિસ્તાર સીલ કરી લીધો છે. સાથે જ હરિયાણા અને પંજાબમાં સુરક્ષાનો ચાંપતો બંદોવસ્ત કરવામાં આવ્યો છે. ત્યારે ગુરમીત રામ રહીમને આ કેસમાં જજ દ્વારા શું શું કહેવામાં આવ્યું તેની તમામ વિગતો જાણો અહીં.

6:00 PM ગુરમીત રામ રહીમના વકીલે મીડિયાને જણાવ્યું કે બે સાધ્વી સાથેના બળાત્કારના કેસમાં ગુરમીત રામ રહીમને 10-10 એમ કુલ 20 વર્ષની સજા સંભળાવવામાં આવી છે.
4:00 PM રામ રહીમને સજા સંભળાવ્યા પછી પંજાબના મુખ્યમંત્રીએ લોકોને શાંતિ જાળવવાની વાત કહી તો હરિયાણાના મુખ્યમંત્રીએ સિનિયર અધિકારીઓ સાથે મીટીંગ કરી.
3:40 PM સજા સંભળાવ્યા પછી ગુરમીત રામ રહીમનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે. હવે તેમને જેલના કપડાં આપી જેલમાં તેમની કોટડી ફાળવવામાં આવશે.
3:30 PM સીબીઆઇની સ્પેશ્યલ કોર્ટે ગુરમીત રામ રહીમને બળાત્કારના કેસમાં 10 વર્ષની જેલની સજા સંભળાવી.
3:25 PM રામ રહીમની સજાની સુનવણી થાય તે પહેલા જ હરિયાણાના સિરસામાં ફૂલકા વિસ્તારમાં દેરા સચ્ચા સૌદાના સમર્થકો દ્વારા બે કારને આગ ચાંપી. જે બાદ ડેરાના ચેરપર્સને લોકોને શાંતિ જાળવવા માટે અપીલ કરી છે.
3:21 PM જજ દ્વારા બન્ને પક્ષોના વકીલની દલીલને સાંભળી લેવામાં આવી છે. થોડી જ વારમાં જજ પોતાનો ચુકાદો કહેશે.
3:15 PM જજ સમક્ષ ગુરમીત રામ રહીમે રડતી આંખે હાથ જોડીને સજાને ઓછી કરવાની માંગણી કરી
3:10 PM સીબીઆઇ કોર્ટમાં રામ રહીમ પર જે બળાત્કારનો કેસ ચાલી રહ્યો છે તેમાં તેમની ઉપર ધારા 376 (બળાત્કાર) અને ધારા 506 (અપરાધિક ષડયંત્ર) આ આરોપ હેઠળ તેમને દોષી જાહેર કરવામાં આવ્યા છે.
2:54 PM રામ રહીમના વકીલે જજની સમક્ષ પોતાની દલીલ રજૂ કરતા કહ્યું કે રામ રહીમ એક સમાજ સેવક છે.માટે તેમને સજા આપતી વખતે જજને આ વાતોનું ધ્યાન આપી ઓછી સજા કરવાની માંગણી વકીલે કરી હતી.
2:42 PM ફરિયાદ પક્ષના વકીલે આ કેસમાં રામ રહીમને આકરી સજા સંભળાવવા કોર્ટને જણાવ્યું છે.
2:35 PM જજ દ્વારા બન્ને વકીલોને પોતાની દલીલ કહેવા માટે 10 મિનિટનો સમય ફાળવવામાં આવ્યો છે.
2:30 PM રોહતકની સોનારિયા જેલમાં જજ જગદીપ સિંહ હેલિકોપ્ટર દ્વારા પહોંચી ગયા છે અને અહીં આ કેસમાં વકીલ દ્વારા દલીલ બાજી શરૂ થઇ ગઇ છે.
2:00 PM સ્પેશ્યલ સીબીઆઇ જજ જયદીપ સિંહ રોહતકની જેલમાં પોતાનું ચુકાદો આપવા માટે ખાલ હેલિકોપ્ટર દ્વારા સોનારિયા પહોંચી ચૂક્યા છે. હવે થોડીક જ ક્ષણોમાં આ કેસની સુનવણી થશે.
#Haryana Special CBI judge Jagdeep Singh reaches Rohtak's Sonaria jail for quantum of sentence hearing of #RamRahimSingh pic.twitter.com/W0SxM40abn
— ANI (@ANI) August 28, 2017
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
