Ram Mandir : ગુજરાતમાં 1000 થી વધુ માતાઓએ સિઝેરિયન ડિલિવરી કરાવીને બાળકોને જન્મ આપ્યો

રામ મંદિર ઉદ્ધાટન સમારોહ પુરો થયો છે. દેશભરમાં તેની ઉજવણી વચ્ચે આ દિવસે બાળકોને જન્મ આપવા માટે ઘણી માતાઓએ સિઝેરિયન ડિલિવરી કરાવી હોવાના અહેવાલ છે.

ગુજરાતમાં એક અનોખો ટ્રેન્ડ જોવા મળ્યો છે. રામ મંદિર ઉદ્ધાટનના દિવસને યાદગાર બનાવવા માટે ઘણી માતાઓએ આજના દિવસે પોતાના બાળકોને જન્મ આપ્યા છે.

Ram Mandir photo 02

એક અહેવાલ અનુસાર, આઓ દિવસ માટે એક હજાર માતાઓએ સિઝેરિયન ડિલિવરીની તારીખ બુક કરાવી હતી. આ દિવસે બાળકો પેદા કરવા ગુજરાતભરમાં ટ્રેન્ડ જોવા મળ્યો છે.

સુરત ડાયમંડ એસોસિએશન આર્યયોગ સમિતિ હોસ્પિટલમાં એક માતા જણાવે છે કે, મારી નિયત તારીખ 5મી ફેબ્રુઆરી હતી, પરંતુ જ્યારે મેં રામ મંદિર માટેના મુહૂર્ત વિશે સાંભળ્યું ત્યારે હું ઈચ્છતી હતી કે મારા બાળકનો જન્મ આ શુભ દિવસે થાય. મે સ્વસ્થ બાળકને જન્મ આપ્યો છે.

તેણી કહે છે કે, અમે માનીએ છીએ કે આવા શુભ દિવસે જન્મેલા બાળકો ભગવાન રામના આશીર્વાદ મેળવશે અને સારા સંસ્કારો સાથે મોટા થશે.

હોસ્પિટલના એક વરિષ્ઠ ડોક્ટર અનુસાર, સુરત ડાયમંડ હોસ્પિટલ જેવી હોસ્પિટલોમાં 22મી જાન્યુઆરીએ સુનિશ્ચિત થયેલ સિઝેરિયન પ્રસૂતિમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો. અમે આજે 22 થી વધુ સિઝેરિયન કર્યા, બધી માતાઓ તેમના બાળકોના આગમન માટે આ તારીખ પસંદ કરી છે.

વિજય સિંહ નામના એક વ્યક્તિએ કહ્યું કે, રામ મંદિરના દિવસે જન્મની ઇચ્છા ઘણા પરિવારો માટે તબીબી વ્યવહારિકતાથી આગળ છે. અમારા પરિવારે પેઢીઓથી આ મંદિર માટે પ્રાર્થના કરી છે. તેમની પત્નીએ જોડિયા બાળકોમાં એક છોકરો અને એક છોકરીને જન્મ આપ્યો છે. તેઓનું નામ રામ અને સીતા રાખ્યું છે. આ દિવસે અમારા બાળકો આવવાથી અમને અપાર આનંદ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X