Ram Mandir Ayodhya: પહેલા દિવસે 5 લાખ લોકોએ કર્યા રામ લલ્લાના દર્શન, આજે પણ લાખો છે લાઈનમાં
Ram Mandir Ayodhya: 22 જાન્યુઆરીના રોજ રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ અયોધ્યાધામમાં આસ્થાનુ ઘોડાપૂર આવ્યુ છે. મંગળવારથી અત્યાર સુધીમાં 5 લાખ લોકોએ ભગવાન રામના દર્શન કર્યા છે, જ્યારે 3 લાખ ભક્તો હજુ પણ દર્શન માટે કતારમાં ઉભા છે.
ભક્તોના પ્રેમ પર ઠંડી કે ધૂમ્મસની કોઈ અસર દેખાતી નથી, ચારેબાજુ માત્ર 'જય શ્રી રામ'નો ઉદઘોષ છે. રાત્રે 3 વાગ્યાથી ભક્તો લાઈનોમાં ઉભા છે, મંગળવારે પણ આવી જ સ્થિતિ હતી અને ભારે ભીડને જોતા મંદિર પ્રશાસને થોડા સમય માટે દર્શન અટકાવવા પડ્યા હતા.

યુપી સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ મંગળવાર બપોર સુધીમાં 2.5 લાખ લોકોએ રામલલ્લાના દર્શન કર્યા હતા અને સાંજે દરવાજા બંધ થયા ત્યાં સુધીમાં પાંચ લાખ લોકોએ રામલલાના દર્શન કર્યા હતા.
હાલમાં અયોધ્યામાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે અને દરેક ખૂણા પર નજર રાખવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે રામ ભક્તો તેમના ભગવાનના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં પહોંચ્યા છે. શ્રદ્ધાળુઓના ધસારાને જોઈને અયોધ્યા ટ્રાફિક પોલીસે ઘણી જગ્યાએ ડાયવર્ઝન બનાવ્યા છે. મંગળવારે જ્યારે ભારે ભીડ વધી હતી ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એટીએસ કમાન્ડો પણ અંદર પહોંચી ગયા હતા.
નોંધનીય છે કે 22 જાન્યુઆરી 2024નો દિવસ એકદમ અલૌકિક હતો. આ કાર્યક્રમમાં પીએમ મોદી મુખ્ય યજમાન તરીકે હાજર રહ્યા હતા. તેમણે જનતાને સંબોધતા કહ્યું કે 'રામ દરેકના છે પરંતુ હવે તે તંબુમાં નહીં રહે પરંતુ મંદિરમાં રહેશે.' તેમણે કહ્યું હતું કે 'રામ અગ્નિ નથી પણ ઉર્જા છે, રામ આપણા નથી, રામ આપણા સહુના છે, રામ માત્ર વર્તમાન જ નથી પણ શાશ્વત છે અને રામ વિવાદ નથી પણ સમાધાન છે.'
આ પછી, મંગળવારે તેમણે તેમના ટ્વિટર હેન્ડલ પરથી એક વીડિયો ટ્વીટ કર્યો, જેમાં તેમણે લખ્યું, 'ગઈકાલે એટલે કે 22 જાન્યુઆરીએ આપણે અયોધ્યામાં જે જોયું, તે આવનારા વર્ષો સુધી આપણી યાદોમાં અંકિત રહેશે, તે એક ઐતિહાસિક ભાવનાત્મક ક્ષણ હતી, જેને કોઈ ભૂલી શકશે નહીં.'
What we saw in Ayodhya yesterday, 22nd January, will be etched in our memories for years to come. pic.twitter.com/8SXnFGnyWg
— Narendra Modi (@narendramodi) January 23, 2024
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
