આર્ટિકલ 370: રામ માધવે જણાવ્યુ, કાશ્મીરમાં હજુ કેટલા લોકો છે કસ્ટડીમાં
ભાજપ મહાસચિવ રામ માધવે કહ્યુ કે જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવાયા બાદ રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ખરાબ થવાનો ડર હતો એટલા માટે ત્યાં ઘણા લોકોને નજરબંધ રાખવામાં આવ્યા છે.
મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં આયોજિત એક કાર્યક્રમમાં બોલતા ભાજપ મહાસચિવ રામ માધવે કહ્યુ કે જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવાયા બાદ રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ખરાબ થવાનો ડર હતો એટલા માટે ત્યાં ઘણા લોકોને નજરબંધ રાખવામાં આવ્યા છે. તેમણે કહ્યુ કે આ નજરબંધ કરાયેલ લોકોની સંખ્યા બહુ ઓછી છે, રાજ્યમાં માત્ર 200થી 250 લોકોને જ નજરબંધ કરવામાં આવ્યા છે.

માત્ર 200થી 250 લોકો જ પ્રિવેન્ટીવ ડિટેન્શનમાં - રામ માધવ
તેમણે કહ્યુ કે જમ્મુ કાશ્મીરમાં લગભગ 2000થી 2500 લોકો પ્રિવેન્ટીવ ડિટેન્શનમાં હતા પરંતુ હવે માત્ર 200થી 250 લોકો જ પ્રિવેન્ટીવ ડિટેન્શનમાં છે. રામ માધવે કહ્યુ કે કાશ્મીરમાં જે લોકોને નજરબંધ કરવામાં આવ્યા છે તેમને સમ્માનજનક રીતે રાખવામાં આવ્યા છે. ઘણા લોકો 5 સ્ટાર હોટલો અને ગેસ્ટ હાઉસમાં છે, જ્યાં તેમની સુવિધાઓનુ ધ્યાન રાખવામાં આવી રહ્યુ છે. ભાજપ મહાસચિવે કહ્યુ કે છેલ્લા બે મહિનામાં શાંતિનો માહોલ છે. આ જોઈને તમે સમજી શકો છો કે કાશ્મીરની સામાન્ય જનતા શું ઈચ્છે છે અને નજરબંધ કરાયેલા આ 200-250 લોકો શું ઈચ્છે છે.

પૂરા સમ્માન સાથે રાખવામાં આવ્યા છે આ લોકોને - રામ માધવ
જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવાયા બાદથી ત્યાં અધિક સુરક્ષાબળોને તૈનાત કરવામાં આવ્યા છે. 5 ઓગસ્ટથી જ રાજ્યના ઘણા નેતાઓને નજરબંધ કરી લેવામાં આવ્યા છે જેમાં પૂર્વ સીએમ મહેબૂબા મુફ્તી, ઉમર અબ્દુલ્લા અને એનસીના વરિષ્ઠ નેતા ફારુક અબ્દુલ્લા પણ શામેલ છે. વળી, આર્ટિકલ 370 હટાવવા અને નેતાઓને નજરબંધ કરાવવા અંગે વિપક્ષી દળ સતત કેન્દ્ર સરકાર પર નિશાન સાધી રહ્યુ છે. વિપક્ષી દળની માંગ છે કે ઘાટીમાંથી સુરક્ષાબળોને હટાવવા અને નજરબંધ કરાયેલા નેતાઓને મુક્ત કરવામાં આવે.

24 ઓક્ટોબરે થશે બીડીસીની ચૂંટણી
વળી, આ કડકાઈ વચ્ચે જમ્મુ કાશ્મીરમાં બ્લૉક ડેવલપમેન્ટ ચૂંટણીની તારીખોનુ એલાન કરી દેવામાં આવ્યુ છે. જમ્મુ કાશ્મીરમાં 316માંથી 310 બ્લૉક્સ પર મતદાન 24 ઓક્ટોબરે થશે. રાજ્યમાં બધા બ્લૉક પર મતદાન સવારે 9 વાગે શરૂ થશે અને બપોરે એક વાગ્યા સુધી મતદાન કરી શકશે. ત્યારબાદ મતોની ગણતરી બપોરે 3 વાગ્યાથી શરૂ થશે અને 24 ઓક્ટોબરે જ પરિણામોની ઘોષણા કરી દેવામાં આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
