ઉનામાં બોલ્યા અમિત શાહ- કોંગ્રેસ માટે OROP એટલે 'ઓનલી રાહુલ, ઓનલી પ્રિયંકા'
કોંગ્રેસ માટે OROP એટલે 'ઓનલી રાહુલ, ઓનલી પ્રિયંકા': શાહ
ઉનાઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સોમવારે હિમાચલ ભાજપના ચૂંટણી અભિયાનનો ઉનાના ઈંદિરા મેદાનમાં શંખનાદ કર્યો. લોકસભા ચૂંટણી પહેલા હમીરપુર સંસદીય ચૂંટણી ક્ષેત્રના 17 ધારાસભ્યો ચૂંટણી ક્ષેત્રથી આવેલ લગભગ 32 હજાર પેજ પ્રમુખોને સંબોધિત કરતા અમિત શાહે ભાજપના કાર્યકર્તાઓને જીતનો મંત્ર આપતા કહ્યું કે કાર્યકર્તાઓ ભાજપની જીત માટે અત્યારથી જ મેદાનમાં ઉતરી જાય.

ત્રીજું પેજ પ્રમુખ સંમેલન
મંઉ અને સોલન બાદ હિમાચલમાં ભાજપનું આ ત્રીજું પેજ પ્રમુખ સંમેલન રહ્યું. હમીરપુર અનુરાગ ઠાકુરનો સંસદીય ચૂંટણી ક્ષેત્ર છે. જેને પગલે ભાજપ અહીં આ વખતે જીત માટે અત્યારથી જ લાગી ગઈ છે. પોતાના સંબોધનમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કોંગ્રેસ પાર્ટી પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસનો એક જ એજન્ડા છે, રાહુલ અને પ્રિયંકા ગાંધી. કોંગ્રેસની સૌથી મોટી ચિંતા ગાંધી અને વાડ્રા પરિવાર જ છે.

OROPથી કોંગ્રેસ પર કર્યો પ્રહાર
શાહે કહ્યું કે કોંગ્રેસ માટે ઓઆરઓપીનો મતલબ ઓનલી રાહુલ, ઓનલી પ્રિયંકા છે પરંતુ મોદી સરકારે વન રેન્ક વન પેન્શન લાગૂ કરી પૂર્વ સૈનિકો અને તેમના આશ્રિતોના ભવિષ્યને સુરક્ષિત કર્યું. ભાજપ દેશની જનતા માટે કામ કરે છે. ભાજપે સત્તામાં આવતા જ દેશના કલ્યાણ માટે કેટલાંય પગલાં ભર્યાં. તેમણે કહયું કે લોકોએ હિમાચલમાં પાંચ વર્ષની કોંગ્રેસ સરકાર જોઈ છે જેમાં રાજા-રાણીઓ અને રાજકુમાર સિવાય કોઈની પણ પૂછ નહોતી. પરંતુ પાછલા એક વર્ષમાં રાજ્યમાં બદલાવ સ્પષ્ટ રૂપે જોઈ શકાય છે. આજે પ્રદેશમાં સામાન્ય નાગરિકોની સરકાર છે. તેમણે કહ્યું કે દેશમાં ફરી એકવાર મોદીની સરકાર બનવા જઈ રહી છે. જેમાં કોઈ શંકાને સ્થાન નથી. સરકાર પૂર્ણ બહુમતીથી જ બનશે.

સીએમ જયરામ ઠાકુરે સંબોધન આપ્યું
હિમાચલ સરકારના વખાણ કરતાં જનમંચ કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં 25227 ફરીયાદોમાંથી 20062 ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવ્યું છે. અમિત શાહે કહ્યું કે જ્યારે કોંગ્રેસની સરકાર હતી તો 13મા નાણા આયોગથી હિમાચલને 44235 કરોડ રૂપિયા મળ્યા હતા, પરંતુ મોદી સરકારે રાજ્યને 1,15,865 કરોડ રૂપિયા આપવાનું કામ કર્યું. અગાઉ મુખ્યમંત્રી જયરામ ઠાકુરે કહ્યું કે પેજ પ્રમુખ પાર્ટીને ત્રીસ વોટ અપાવવામાં લાગી ગયા. આપણે ચારેય સીટ જીતીને મોદીને આપશું, જેથી કેન્દ્રમાં મોદી ફરીથી સત્તા સંભાળે. પેજ પ્રમુખોની આ રેલીમાં પ્રેમ કુમાર ધૂમલ, શાંતા કુમાર, અનુરાગ ઠાકુર સહિત અન્ય કેટલાય નેતા ઉપસ્થિત રહ્યા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
