Raksha Khadse Biography in Gujarati: કોણ છે રક્ષા ખડસે? જાણો સૌથી યુવા કેન્દ્રીય મંત્રીની સફર
Raksha Khadse Biography in Gujarati: રક્ષા નિખિલ ખડસેનું નામ નરેન્દ્ર મોદી સરકાર 2024માં સૌથી યુવા કેન્દ્રીય મંત્રીઓમાં પણ સામેલ છે. તેમણે સરપંચથી કેન્દ્રીય મંત્રી સુધીની સફર કરી છે. રક્ષા ખડસે મોદી સરકારમાં મંત્રી બન્યા, ત્યારે મધ્યપ્રદેશથી લઈને મહારાષ્ટ્ર સુધી ખુશીની લહેર છવાઈ ગઈ હતી.
નરેન્દ્ર મોદીએ 9 જૂન 2024ની સાંજે રાષ્ટ્રપતિ ભવન, દિલ્હી ખાતે સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. રક્ષા ખડસેએ મોદી સરકાર 3.0માં કેન્દ્રીય મંત્રી તરીકે શપથ લીધા હતા. આ અહેવાલમાં આપણે રક્ષા ખડસેનું જીવનચરિત્ર, રાજકીય કારકિર્દી વિશે જાણીશું.
રક્ષા ખડસે : ઉંમર, જીવનચરિત્ર, શિક્ષણ, પતિ, જાતિ, નેટવર્થ - રક્ષા ખડસેનો જન્મ 13 મે, 1987ના રોજ મધ્ય પ્રદેશના ખેતિયામાં થયો હતો. રક્ષા ખડસેએ વર્ષ 2013માં મહારાષ્ટ્રના નિખિલ ખડસે સાથે લગ્ન કર્યા હતા.
રક્ષા ખડસે KTHM કોલેજમાંથી શિક્ષણ મેળવ્યું છે. રક્ષા ખડસેના બાળકોના નામ ગુરુનાથ ખડસે, કૃષિકા ખડસે છે.
રક્ષા ખડસે માત્ર 26 વર્ષની વયે પહેલીવાર સાંસદ બન્યા હતા. હવે 37 વર્ષની વયે કેન્દ્રીય મંત્રી બનીને તેઓ મોદી સરકારના સૌથી યુવા મંત્રીઓની કતારમાં આવી ગઈ છે.
રક્ષા ખડસે રામ મોહન નાયડુ પછી બીજા સૌથી યુવા કેન્દ્રીય મંત્રી છે, જે મોદી સરકાર 3.0 ના મંત્રીમંડળમાં સૌથી યુવા છે. રક્ષા ખડસે મૂળ મધ્યપ્રદેશના બરવાની જિલ્લાના ખેતિયાની છે.

હાલ મહારાષ્ટ્રમાં રહે છે. તેઓ મહારાષ્ટ્રના રાવર સંસદીય મતવિસ્તારમાંથી સતત ત્રણ વખત ભાજપના સાંસદ બન્યા છે.
રક્ષા ખડસેએ 2010માં કોઠાડી ગ્રામ પંચાયતના સરપંચ પદ પરથી રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. રક્ષા ખડસે બે વર્ષ સરપંચ રહીને જલગાંવ જિલ્લા પરિષદના સભ્ય તરીકે ચૂંટાયા હતા.
2012 થી 2014 સુધી, તે મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લા પરિષદની આરોગ્ય, શિક્ષણ અને રમત સમિતિના અધ્યક્ષ હતા.
રક્ષા ખડસેનું ચૂંટણી પરિણામ
લોકસભા ચૂંટણી 2014માં, રક્ષા ખડસેએ NCPના મનીષ જૈનને 3 લાખ 18 હજાર 608 મતોથી હરાવ્યા અને માત્ર 26 વર્ષની વયે 16મી લોકસભાના સૌથી યુવા સાંસદોમાંના એક બન્યા હતા.
લોકસભા ચૂંટણી 2019 માં, તેમણે મહારાષ્ટ્રની રાવર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી અને કોંગ્રેસના ઉલ્હાસ પાટીલને 3 લાખ 35 હજાર 882 મતોથી હરાવ્યા હતા.
2024ની લોકસભા ચૂંટણીમાં રાવેરને ફરી ટિકિટ મળી ત્યારે આ વખતે રક્ષા ખડસેએ NCP (શરદ પવાર) ના શ્રીરામ પાટિલને 2 લાખ 72 હજાર 183 મતોથી હરાવ્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
