રાકેશ ટિકૈતની મોદી સરકારને ચેતવણી, કહ્યું- દેશનો ખેડૂત 4 લાખ ટ્રેક્ટર સાથે તૈયાર છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત કર્યા બાદ પણ ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈત તેમનું આંદોલન પાછું ખેંચવા તૈયાર નથી. રાકેશ ટિકૈતની માગ છે કે, સરકારે અમને MSP પર ગેરંટી આપવી જોઈએ.

મુંબઈ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત કર્યા બાદ પણ ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈત તેમનું આંદોલન પાછું ખેંચવા તૈયાર નથી. રાકેશ ટિકૈતની માગ છે કે, સરકારે અમને MSP પર ગેરંટી આપવી જોઈએ, તો જ આ આંદોલન પાછું આવશે. આ માગનું પુનરાવર્તન કરતા રાકેશ ટિકૈતે મોટું નિવેદન આપ્યું છે.

ભારત સરકારે પોતાનું મગજ ઠીક કરી લેવું જોઈએ - રાકેશ ટિકૈત

ભારત સરકારે પોતાનું મગજ ઠીક કરી લેવું જોઈએ - રાકેશ ટિકૈત

રવિવારના રોજ મુંબઈમાં મીડિયા સાથે વાત કરતી વખતે રાકેશ ટિકૈતે જણાવ્યું હતું કે, ભારત સરકારે પોતાનું મગજ ઠીક કરી લેવું જોઈએ, નહીંતર 26 જાન્યુઆરી પણત્યા જ છે અને 4 લાખ ટ્રેક્ટર પણ દેશમાં જ છે.

દેશનો ખેડૂત 4 લાખ ટ્રેક્ટર સાથે તૈયાર છે - રાકેશ ટિકૈત

રાકેશ ટિકૈતે ખૂબ જ મજબુત સ્વરમાં કહ્યું છે કે, "અમે આતંકવાદી છીએ, તો સરકાર અમને જેલમાં નાંખે, ભારત સરકાર શા માટે પોતાનું દિમાગ ઠીક કરતી નથી.

સરકારની ગુંડાગીરી હવે નહીં ચાલે. છેલ્લા એક વર્ષમાં ખેડૂતે બહુ સહન કર્યું છે, પણ હવે સહન નહીં થાય. હવે સરકાર અથવા તો એમએસપી પર ગેરંટી આપે, નહીંતરઅમે ગયા વર્ષે 26 જાન્યુઆરીએ હતા તેવા જ છીએ, 26 જાન્યુઆરી નજીક આવી રહી છે અને દેશનો ખેડૂત 4 લાખ ટ્રેક્ટર સાથે તૈયાર છે.

રાકેશ ટિકૈતના નિવેદનનો અર્થ

રાકેશ ટિકૈતના નિવેદનનો અર્થ

ઉલ્લેખનીય છે કે, કે રાકેશ ટિકૈતનું આ નિવેદન સ્પષ્ટ સંદેશ આપે છે કે, જ્યાં સુધી સરકાર એમએસપી પર ગેરંટી કાયદો નહીં બનાવે, ત્યાં સુધી તેઓ આંદોલન ખતમનહીં કરે અને જો આ માટે ગત વર્ષે 26 જાન્યુઆરીની જેમ ઉગ્ર આંદોલન કરવું પડ્યું પણ તેઓ કરશે.

ઉલ્લેખીય છે કે, ગયા વર્ષે 26 જાન્યુઆરીએ ખેડૂતોએ દિલ્હીમાંટ્રેક્ટર માર્ચ કાઢવાની મંજૂરી માંગી હતી. રૂટ પણ નક્કી કરવામાં આવ્યો હતો, પરંતુ ખેડૂતોએ રૂટ બદલીને પહેલા ITO અને પછી લાલ કિલ્લા પર હિંસક પ્રદર્શન કર્યુંહતું. પોલીસ અને દેખાવકારો વચ્ચે હિંસક અથડામણ પણ થઈ હતી

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X