રાજસ્થાન: નાથદ્વારામાં શરૂ થઇ રિલાયન્સ જિયોની 5G સેવા, આકાશ અંબાણીએ કરી શરૂઆત
Reliance Jioની 5G સેવા રાજસ્થાનના રાજસમંદ જિલ્લાના નાથદ્વારામાં શરૂ થઈ ગઈ છે. શનિવારે રિલાયન્સ જિયોના ચેરમેન આકાશ અંબાણીએ તેને શ્રીનાથજી મંદિરમાં લોન્ચ કર્યું હતું. આ દરમિયાન આકાશ અંબાણીએ સૌને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી
Reliance Jioની 5G સેવા રાજસ્થાનના રાજસમંદ જિલ્લાના નાથદ્વારામાં શરૂ થઈ ગઈ છે. શનિવારે રિલાયન્સ જિયોના ચેરમેન આકાશ અંબાણીએ તેને શ્રીનાથજી મંદિરમાં લોન્ચ કર્યું હતું. આ દરમિયાન આકાશ અંબાણીએ સૌને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી. નાથદ્વારામાં 5G સેવા શરૂ થઈ ગઈ છે, તેથી હવે અહીંના લોકો ઝડપી ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકશે. આ અવસર પર આકાશ અંબાણીએ કહ્યું કે શ્રીનાથજીના આશીર્વાદથી, નાથદ્વારામાં આજથી જિયો ટ્રુ 5જી સેવા સાથે 5G પાવર વાઇફાઇ સેવાઓ શરૂ થઈ રહી છે. આ સેવા દરેક માટે છે. અમારો પ્રયાસ છે કે ભારતના દરેક ખૂણામાં 5G સેવાઓ શરૂ કરવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

PM મોદીએ 5જી સેવાની કરી હતી શરૂઆત
તમને જણાવી દઈએ કે ભારતમાં PM નરેન્દ્ર મોદી દ્વારા ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ (IMC) 2022 ના કાર્યક્રમમાં 5G સેવાની શરૂઆત કરવામાં આવી હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચીફ મુકેશ અંબાણી પણ આ લોન્ચિંગમાં હાજર હતા. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે Jioની 5G સેવાઓ ડિસેમ્બર 2023 સુધીમાં દેશના તમામ ભાગોમાં પહોંચી જશે. જો કે, અત્યારે Jio 5G ની સેવાઓ અમુક શહેરોમાં જ શરૂ કરવામાં આવશે.
|
મુકેશ અંબાણીએ આ જ જગ્યાએથી શરૂ કરી હતી 5જી સેવાઓ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણીએ પણ આ મંદિરમાંથી 4G સેવા શરૂ કરી હતી. તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણી ગયા મહિને જ નાથદ્વારા મંદિરે ગયા હતા. આ દરમિયાન તેણે વચન આપ્યું હતું કે તે આ મંદિરમાંથી 5G સેવા શરૂ કરશે.રિલાયન્સ જિયોની 5G સેવા દિલ્હી, મુંબઈ, કોલકાતા, વારાણસી અને રાજસમંદ જિલ્લામાં શરૂ થઈ ગઈ છે. જો કે અન્ય જિલ્લાઓમાં હજુ આ સેવા શરૂ થઈ નથી. કંપની દ્વારા તબક્કાવાર અન્ય શહેરોમાં આ સેવા શરૂ કરવામાં આવશે.

5જીથી થશે આ ફાયદા
જે શહેરોમાં 5G સેવા શરૂ થઈ છે ત્યાં યુઝર્સ ફાસ્ટ સ્પીડ ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકશે. 5G વિડિઓ ગેમિંગની દુનિયાને સંપૂર્ણપણે બદલી નાખશે. એવું માનવામાં આવે છે કે વીડિયો ગેમિંગ કંપનીઓ ટૂંક સમયમાં જ ગેમ્સમાં નવા ફીચર્સ એડ કરી શકે છે. 5G સાથે વીડિયો કોલિંગની ગુણવત્તા પણ વધશે. આ સિવાય 2 જીબી સુધીની મૂવી 30 સેકન્ડમાં ડાઉનલોડ કરી શકાય છે. આ સાથે, 5G સેવાની શરૂઆત સાથે, શિક્ષણ, આરોગ્ય, કૃષિ સહિતના અન્ય ક્ષેત્રોમાં ઝડપ સાથે ઘણા ફેરફારો આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
