'અમે અમુક ધારાસભ્યો પર કાર્યવાહી કરવાનુ વિચારી રહ્યા છે...', અજય માકને જણાવ્યુ કેમ રાજસ્થાનમાં થયો બળવો
અજન માકન જણાવ્યુ કે કેવી રીતે રાજસ્થાનમાં પાર્ટી માટે વસ્તુઓ અશાંતિમાં ફેરવાઈ ગઈ છે.
નવી દિલ્લીઃ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતનુ સ્થાન કોણ લેશે તેના પર સસ્પેન્સ યથાવત છે. અશોક ગેહલોતની છાવણીના નેતૃત્વ અને તેમના વિરોધી સચિન પાયલટ વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. કોંગ્રેસના મહાસચિવ અજય માકન, જેઓ રાજસ્થાન માટે પાર્ટીના નિરીક્ષક પણ છે તેમણે આ તમામ મુદ્દાઓ પર વાત કરી છે. અજન માકને જણાવ્યુ છે કે કેવી રીતે રાજસ્થાનમાં પાર્ટી માટે વસ્તુઓ અશાંતિમાં ફેરવાઈ ગઈ છે. કોંગ્રેસના 80થી વધુ ધારાસભ્યોએ અલગ-અલગ બેઠક કેમ કરી? આ અંગે અજય માકને કહ્યુ કે મે અને મલ્લિકાર્જુન ખડગેએ મુખ્યમંત્રી અશોક ગેહલોત સાથે યોજના અંગે ચર્ચા કરી હતી. પરંતુ બેઠક થઈ શકી ન હતી કારણ કે મોટી સંખ્યામાં કોંગ્રેસના ધારાસભ્યોએ તેમના સાથીદાર શાંતિ ધારીવાલના નિવાસસ્થાને સમાંતર બેઠક યોજવાનુ નક્કી કર્યુ હતુ. આવી ઇરાદાપૂર્વકની અવગણના ચોક્કસપણે ઘોર અનુશાસનહિનતાના પ્રશ્નો ઉભા કરે છે. અમે કેટલાક ધારાસભ્યો સામે કાર્યવાહી કરવા પર વિચાર કરી રહ્યા છીએ.

ચૂંટણીની ચાલી રહેલી પ્રક્રિયા વચ્ચે બળવો કેમ થયો?
કોંગ્રેસ પક્ષ પ્રમુખની ચૂંટણીની ચાલી રહેલી પ્રક્રિયા વચ્ચે રાજસ્થાનમાં આ બળવો કેમ થયો? આ અંગે અજય માકને કહ્યુ, 'રાજસ્થાનની સ્થિતિ કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી પર કેવી અસર કરશે તે અંગે હું ટિપ્પણી કરી શકતો નથી. પરંતુ એક નિરીક્ષક તરીકે હું કહી શકુ છુ કે રાજસ્થાનની સ્થિતિને હવે ફરીથી જોવાની જરૂર છે. કોંગ્રેસ અધ્યક્ષ(સોનિયા ગાંધી)ની સૂચના મુજબ અમે અમારો લેખિત અહેવાલ તેમને(સોનિયા ગાંધી)ને સોંપ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ તમામ મુદ્દાઓ પર નિર્ણય લેશે.

સચિન પાયલટ vs ગેહલોત પર અજય માકને શું કહ્યુ?
અશોક ગેહલોતને વફાદાર ધારાસભ્યોનુ કહેવુ છે કે સચિન પાયલટ સીએમ નહિ બની શકે. આ અંગે અજય માકને કહ્યુ, 'રાજસ્થાનના ધારાસભ્યોએ પ્રસ્તાવ પર શરતો લાદવાનો પ્રયાસ કર્યો કે જે કોંગ્રેસ અધ્યક્ષને આગામી સીએમ પસંદ કરવા માટે અધિકૃત કરે છે. ધારાસભ્યોની માંગ હતી કે સીએમની ચૂંટણી 19 ઓક્ટોબર પછી થવી જોઈએ. આપણે બધા જાણીએ છીએ કે કોંગ્રેસની ચૂંટણીમાં અશોક ગેહલોત સંભવિત ઉમેદવાર છે. જો તે જીતે છે અને રાજસ્થાનના સીએમ પર નિર્ણય કરે તો તે હિતોનો ટકરાવ હશે.'

'અમે એમને એકલા મળવા માંગીએ છીએ પરંતુ તે ગ્રૂપ સાથે આવવા...'
અજય માકને કહ્યુ, 'અશોક ગેહલોત ધારાસભ્યો સાથે આવીને વાત કરવા માંગતા હતા જ્યારે અમે તેમને વ્યક્તિગત રીતે મળવા માગતા હતા. તેમણે એવી પણ માંગ કરી હતી કે સીએમ એ 102 ધારાસભ્યોમાંથી એક હોવો જોઈએ જે 2020માં ગેહલોત સાથે ઉભા હતા(જ્યારે પાયલટે ગેહલોત સામે બળવો કર્યો હતો). અમારી સ્થિતિ એ હતી કે કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠકમાં તેઓ જે કહેવા માંગે છે તે અમને કહી શકે છે. પરંતુ તેઓએ અલગ બેઠક યોજવાનુ નક્કી કર્યુ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
