ડ્રગ્ઝ સામે આલિયાની ફિલ્મ દ્વારા રાજસ્થાન પોલિસે ચલાવ્યુ જાગૃતિ અભિયાન
મુંબઈ અને નાગપુર પોલિસ બાદ હવે રાજસ્થાન પોલિસ પણ મીમ દ્વારા લોકોને જાગૃત કરી રહી છે. હાલમાં જ રાજસ્થાન પોલિસે ડ્રગ્ઝ સામે અભિયાન વિશે આવુ જ ટ્વીટ કર્યુ.
વર્તમાનમાં ઘણા જાગૃકતા અભિયાનોમાં હ્યુમર જોવા મળી જાય છે. ઘણી વાર સરકારી વિભાગ આવુ કરે તો ઘણી ચર્ચાઓ થવા લાગે છે. મુંબઈ અને નાગપુર પોલિસ બાદ હવે રાજસ્થાન પોલિસ પણ મીમ દ્વારા લોકોને જાગૃત કરી રહી છે. હાલમાં જ રાજસ્થાન પોલિસે ડ્રગ્ઝ સામે અભિયાન વિશે આવુ જ ટ્વીટ કર્યુ.

રાજસ્થાન પોલિસે એક ટ્વીટમાં ડ્રગ્ઝના જંજાળથી બચવાની સલાહ આપીને આલિયા ભટ્ટની ફિલ્મ કલંકનું એક મીમ ટ્વીટ કર્યુ છે. આમાં આલિયાના ફોટોની નીચે તેમનો ડાયલોગ લખ્યો છે - 'અમારાથી વધુ બરબાદ બીજુ કોઈ નથી આ દુનિયામાં.' ફોટો સાથે કેપ્શનમાં લખવામાં આવ્યુ છે - 'ડ્રગ્ઝ માટે પૈસા ચોરી કરો છો? જો હાતો ચોરી અને ડ્રગના બંધાણી હોવાનું કલંક તમારી ખુશીઓનો અંત લાવી શકે છે. ડ્રગ્ઝ લેવાની બંધ કરો નહિતર એ તમને ખતમ કરી દેશે.' આ ટ્વિટમાં કલંકની બધી સ્ટાર કાસ્ટને ટેગ કરવામાં આવી છે.
Stealing money for buying #Drugs?
— Rajasthan Police (@PoliceRajasthan) 26 March 2019
If yes, then the #Kalank of theft & being a drug addict is going to end your happiness.
Stop consuming #Drugs or else they'll consume you.@aliaa08 @karanjohar @Varun_dvn @sonakshisinha @adityaroy @DIPRRajasthan @ashokgehlot51 pic.twitter.com/OBz5smrqwV
આ રીતે આ પહેલા નાગપુર ટ્રાફિક પોલિસે પોતાના પોસ્ટરના કારણે ચર્ચામાં આવી ગયા હતા. વાસ્તવમાં નાગપુર પોલિસે લોકોને જાગૃત કરવા માટે બે પોસ્ટર જાહેર કર્યા હતા. જેમાં પહેલુ પોસ્ટર 4 સપ્ટેમ્બરનું છે. આમાં ત્રણ છોકરા એક બાઈક પર સવાર થઈને જઈ રહ્યા છે તે પણ હેલમેટ વિના તો બીજી તરફ શોલે ફિલ્મના ગબ્બર સિંહનો ફોટો છે. પોસ્ટરની નીચે લખ્યુ છે કે 'બાઈક એક આદમી તીન. બહુત નાઈન્સાફી હે.' જ્યારે બીજુ પોસ્ટર 6 સપ્ટેમ્બરે જાહેર કરવામાં આવ્યુ છે જેમાં બે ફોટો છે. પહેલા ફોટામાં અમુક બાઈક સવાર જોવા મળી રહ્યા છે જેમાં બધાએ હેલમેટ લગાવી છે અને ગ્રીન સિગ્નલ થવાની રાહ જોઈ રહ્યા છે. જ્યારે બીજા ફોટોમાં અમરીશ પુરી જોવા મળી રહ્યા છે અને ફોટો પર લખ્યુ છે કે મોગેમ્બો ખુશ હુઆ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
